WhatsAppની પોપ્યુલિયારિટી તેના યુઝર્સ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 2 અરબથી પણ વધારે યુઝર્સ ધરાવતી આ એપના ઘણાં નકલી વર્ઝન પણ ઉપલબ્ધ છે. સાયબર ક્રિમિનલ્સ આ ફેક વોટ્સએપના આધારે યુઝર્સની જાસૂસી, ડેટા ચારી અને ડાર્ક વેબ પર ડેટા વહેચવાનું કામ કરી રહી છે. આવામાં એક ઘટના આજકાલ બહુ જ ચર્ચામાં છે. આમાં હેક કરવામાં આવેલા વોટ્સએપ મેસેજથી ફોનને ખરાબ કરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. આ મેસેજ એક એવો યુઝર્સ મોકલી રહ્યો છે કે જેના વિશે કોઈને કંઈ ખબર જ નથી.

આ મેસેજમાં 'Martinelli' નામના યુઝર દ્વારા મોકલાવમાં આવેલા મેસેજને અવોઈડ કરવાની વાત કહેવામાં આવી રહી છે. આની સાથે આમાં તે મેસેજને પણ નજરઅંદાજ કરવાનું કહેવામાં આવી રહ્યું છે જે યુઝરને વોટ્સએપ ગોલ્ડ ઉપયોગ કરે છે. આ મેસેજની સાથે સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આ બહુ લાંબા સમયથી ચાલી રહ્યું છે. ત્યાર બાદ કોઈ સાચા પુરાવો નથી કે, આ 'Martinelli' નામનો કોઈ યુઝર મોકલી રહ્યો છે. પરંતુ આ વાતને નકારી પણ શકાય નહીં કે વોટ્સએપ ગોલ્ડ સાથે જોડાયેલ ફ્રોડ પહેલા પણ થઈ ચૂક્યા છે.

થોડા વર્ષો પહેલા સતત આ મેસેજમાં યુઝર્સને માર્ટિનેલ્લીના મોકલેલા મેસેજને ન ખોલવાની સલાહ આપવામાં આવી રહી હતી. મેસેજમાં લખ્યું કે, એક આઈટી કલીગે માર્ટિનેલ્લીના કાલે આવેલા વીડિયોને ઓપન ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ મેસેજ ફોનને હેક કરી લે છે અને આના કારણે તમારો ફોન બગડી જાય છે અને ક્યારે પણ સરખો થઈ શકતો નથી. આ જાણકારી વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો. આ મેસેજમાં પહેલા વોટ્સએપ ગોલ્ડ દ્વારા પણ એલર્ટ રહેવાી વાત કરવામાં આવી હતી.

સાયબર સિક્યોરિટી ફર્મ Sophosએ આ મેસેજને બકવાસ જણાવ્યો હતો. ફર્મનું કહેવું છે કે, માર્ટિનેલ્લી વીડિયો એક કાલ્પનિક ખતરાથી વધારે કંઈ નથી. સ્પેન પોલીસ અને એક ફેક્ટ ચેકિંગ વેબસાઈટે પણ કન્ફર્મ કર્યું હતું કે, ખોટા માર્ટિનેલ્લી વીડિયોનું કોઈ અસ્તિત્વ નથી. પરંતુ આ ચોંકવનારી વાત છે કે, આ વર્ષ 2016થી ફ્રોડ મેસેજ ચેનનો એક હિસ્સો બની ગયો છે.

ફ્રોડ મેસેજ અને વોટ્સએપ ગોલ્ડ વિશે વાત કરતાં સિક્યુરિટી ફર્મે કહ્યું હતું કે, આવા પ્રકારના સ્કેમમાં તમને ખબર ના હોય ને તમે તમારા સ્માર્ટફોનમાં કોઈ મેલવેયરની એન્ટ્રી કરાવી દે છે. આ વાયરસ તમારી ઓનલાઈન એક્ટિવિટીને મોનિટર કરે છે. હેકર્સ યુઝર્સના વોટ્સએપ ગોલ્ડમાં વધારે ફીચર આપવાની સૂચન આપીને આને ઈન્ટોલ કરવા માટે ઉશ્કેરે છે. ઘણાં હેકર્સ વધારે ફિચર્સના બદલામાં યુઝર્સને પૈસાની પણ માંગ કરે છે. પૈસાની માંગ કરીને હેકર્સની તમારી સાથે ફ્રોડ કરવાની કોશિષ કરે છે જેમાં તે યુઝર્સના ફોને હેક કરીને બેકિંગ ડિટેલને ચોરી લે છે.