વ્હોટ્સએપે કોરોના વાયરસની માહિતી આપતું પોર્ટલ લોન્ચ કર્યું, જાણો શું આપી છે મહત્વની માહિતી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Mar 2020 02:25 PM (IST)
પોર્ટલ પર એજ્યુકેટર્સ, નોનપ્રોફિટસ અને લોકલ ગવર્નમેન્ટસ, હેલ્થકેર પ્રોફશનલ અને લોકલ બિઝનેસમેન કઈ રીતે વ્હોટ્સએપના વિવિધ ફીચર્સનો ઉપયોગ કરી પોતાની ક્મ્યૂનિટિ સાથે કનેક્ટ રહી શકે છે તેની માહિતી આપવામાં આવી છે.
હાલ સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી નાખ્યો છે ત્યારે ફેસબુકની માલિકીની સોશિયલ મીડિયા એપ વ્હોટ્સએપે કોરોન વાયરસને ધ્યાનમાં રાખીને એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનિસેફ અને યુનાઇટેડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સંસ્થાને કંપનીએ પાર્ટનર બનાવી છે. આ પોર્ટલ પર કોરોન વાયરસના ભય વચ્ચે વ્હોટ્સએપનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી છે. પોર્ટલ પર એજ્યુકેટર્સ, નોનપ્રોફિટસ અને લોકલ ગવર્નમેન્ટસ, હેલ્થકેર પ્રોફશનલ અને લોકલ બિઝનેસમેન કઈ રીતે વ્હોટ્સએપના વિવિધ ફીચર્સનો ઉપયોગ કરી પોતાની ક્મ્યૂનિટિ સાથે કનેક્ટ રહી શકે છે તેની માહિતી આપવામાં આવી છે. આ ફીચરમાં બ્રોડકાસ્ટ ગ્રૂપ, સ્ટોરીઝ, ઓડિયો મેસેજ, ગ્રૂપ ચેટ, ગ્રૂપ વીડિયો અને વોઈસ કોલ,વ્હોટ્સએપ વેબ, શોર્ટ લિંક ક્રિએશન સહિતનાં ફીચર સામેલ છે. આ સિવાય આ પોર્ટલ પર કોરોનાવાઇરસથી બચવા ટેક્નોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો અને અફવાહો ન ફેલાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.