અત્યારે AI ટેકનોકઓજી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ છે. હવે આ ટેકનોલોજી એ તમારા વોટ્સએપ પર પણ એન્ટ્રી લીધી છે. થોડા દિવસો પહેલા જ વોટ્સએપ પર Meta AI નું નવું ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું હતું, જેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. હવે આ સંદર્ભમાં, Meta AI સતત અપડેટ થઈ રહ્યું છે જે તમારી ઈમેજ પણ જનરેટ કરશે. WABetaInfoએ આ માહિતી આપી છે અને તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.


મેટા AI તમારો ફોટો કેવી રીતે જનરેટ કરી શકે છે
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા, WABetaInfoએ કહ્યું કે સેટઅપ પિક્ચર લીધા પછી, યુઝર્સ Meta AI ને Image Me ટાઈપ કરીને AI ઈમેજ બનાવવા માટે કહી શકે છે. વોટ્સએપની આ સુવિધા વૈકલ્પિક છે, એટલે કે જો તમે તેનો ઉપયોગ કરવા માંગતા હોવ તો જ તેને સક્ષમ કરી શકાય છે.અન્યથા આનો ઉપયોગ કરી શકાશે નહીં. 


 






 


જ્યારે તમે સર્ચ બારમાં જઈને ટાઇપ કરો છો, ત્યારે પરિણામો તમારી ચેટ્સમાં પ્રદર્શિત થાય છે, તમે Meta AI ને પ્રશ્નો પણ પૂછી શકો છો. જ્યાં સુધી તમે તેને પ્રશ્ન પૂછો નહીં ત્યાં સુધી Meta AI તમારા સંદેશાઓ સાથે કનેક્ટ થતું નથી. આમ તમારે મેટા એઆઈનો ઉપયોગ કરવા માટે તમારે તેને પ્રશ્ન પૂછવા પડસે ત્યારે તે તમારા સાથે કનેક્ટ થઈ શકસે અને પછી તમે તેનો ઉપયોગ સારી રીતે કરી શકશો. 


મેટા એઆઈ દ્વારા કેવી રીતે સર્ચ કરવું?
તમારી ચેટ સૂચિની ટોચ પર સર્ચ ઓપ્શનને ટેપ કરો.
સૂચવેલ પ્રોમ્પ્ટને ટેપ કરો અથવા તમારો પોતાનો પ્રોમ્પ્ટ લખો અને પછી મોકલો દબાવો
જેમ જેમ તમે પ્રોમ્પ્ટ લખો છો, તેમ તમે 'મેટા AI એક પ્રશ્ન પૂછો' વિભાગમાં શોધ સાથે જોડાયેલા સૂચનો જોશો.
જો પૂછવામાં આવે, તો સેવાની શરતો વાંચો અને સ્વીકારો.
શોધ સૂચન પર ટૅપ કરો.