WhatsAppની નવી પ્રાઇવેસી પોલિસી 3 મહિના માટે ટળી, નહીં થાય કોઈનું એકાઉન્ટ બંધ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Jan 2021 08:36 AM (IST)
આ પહેલા વોટ્સઅપે શનિવારે કહ્યું હતું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઈ ફેરફાર નહીં થાય.
(પ્રતિકાત્મક તસવીર)
જાણીતી મેસેજિંગ એપ WhatsAppએ પોતાની નવી પ્રાઇવેસી પોલિસીને ત્રણ મહિના માટે ટાળી દીધી છે. વોટ્સઅપનું કહેવું છે કે પ્રાઇવેસી પોલિસીને લઈને યૂઝર્સમાં ભ્રમ છે. માટે પોલિસીની શરતોને સમજવા માટે યૂઝર્સને સમય આપવામાં આવી રહ્યો છે. વોટ્સઅપે એ પણ કહ્યું કે, પ્રાઇવેસી પોલિસીના આધારે ક્યારેય પણ એકાઉન્ટ હટાવાવની યોજના બનાવવામાં નથી આવી અને ભવિષ્યમાં પણ આવી કોઈ યોજના નથી. પહેલા એવું કહેવાતું હતું કે વોટ્સઅપ 8 ફેબ્રુઆરી 2021ના રોજ પોતાની ટર્મ્સ ઓફ સર્વિસને અપડેટ કરવા જઈ રહી છે. જો વોટ્સઅપ યૂઝર્સ તેની સાથે સહમત ન થાય તો તેઓ વોટ્સઅપનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘8 ફેબ્રુઆરીથી કોઈએ પણ વોટ્સઅપ એકાઉન્ટ સસ્પેન્ડ અથવા ડિલીટ નહીં કરવાનું રહે. વોટ્સઅપ પર પ્રાઇવેસી અને સિક્યોરિટી કેવી રીતે કામ કરે છે, તેના વિશે જાણકારી આપવા માટે અમે હજુ આગળ ઘણું કરવા જઈ રહ્યા છીએ. 15 મેના રોજ નવું અપડેટ ઓપ્શન ઉપલબ્ધ થતા પહેલા અમે અમારી પોલિસી વિશે લોકોનો ભ્રમ દૂર કરીશું.‘ ફેસબુકની સાથે ડેટા શેર કરવાની વ્યવસ્થામાં નહીં થાય કોઈ ફેરફાર આ પહેલા વોટ્સઅપે શનિવારે કહ્યું હતું કે, તેના નવા અપડેટથી ફેસબુકની સાથે ડેટા શેર કરવાની નીતિઓમાં કોઈ ફેરફાર નહીં થાય. વોટ્સઅપની પૂર્ણ માલિકી ફેસબુકની છે. વોટ્સઅપે આ સ્પષ્ટતા નવા અપડેટની દુનિયાભરમાં ટીકા થયા બાદ કરી છે. અપડેટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, વોટ્સઅપની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખા માટે યૂઝર્સે 8 ફેબ્રુઆરી, 2021 સુધી નવી શરતો અને નીતિ સાથે સહમત થવું પડશે.