1લી ફેબ્રુઆરી 2020થી 2.3.7 વર્ઝનવાળા એન્ડ્રોઈડ ફોન પર WhatsApp નહીં ચાલે. એટલું જ નહીં આઈઓએસ 8 અને તેની નીચેના વર્ઝનમાં પણ WhatsApp નહીં ચાલે. નોંધનીય છે કે, આ વર્ષે એક જાન્યુઆરીથી વિન્ડોઝ ફોન પર પણ WhatsAppનું સપોર્ટ બંધ થઈ ગયું છે. એન્ડ્રોઈડ જિંજરબ્રેડવાળા ફોનમાં પણ WhatsApp કામ નહીં કરે. જ્યારે વિન્ડોઝના લૂમિયા ફોન્સમાં પણ WhatsApp બંધ થઈ જશે. માઈક્રોસોફ્ટ સ્ટોરમાંથી પણ WhatsApp હટાવી દેવામાં આવ્યું છે.
રિપોર્ટ પ્રમાણે કંપનીએ કહ્યું કે આ નિર્ણયની અસર વધુ યુઝર્સ પર નહીં પડે કારણ કે મોટાભાગના યુઝર્સ પાસે નવા ફોન છે. વધુમાં કંપનીએ કહ્યું કે,‘એન્ડ્રોઇડના કિટકેટ એટલે 4.0.3 વર્ઝન અથવા તેનાથી ઉપરના વર્ઝન વાળા સ્માર્ટફોનમાં વોટ્સએપ સપોર્ટ કરશે. પરંતુ તેના નીચે વાળા વર્ઝન પર વોટ્સએપનો સપોર્ટ નહીં મળે.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 30 જૂન 2017 પછી નોકિયા સેમ્બિયન એસ 60, 31 ડિસેમ્બર 2017 પછી બ્લેકબેરી ઓએસ અને બ્લેકબેરી 10, 31 ડિસેમ્બર 2018 પછી નોકિયા એસ 40માં સ્પોર્ટ કરવાનું બંધ કર્યું હતું.