નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પર યૂઝર્સને બહુ જલ્દી નવા ફિચર જોવા મળવાના છે. આમાં બહુપ્રતિક્ષિત મલ્ટી ડિવાઇસ ફિચરની સાથે, ડિસઅપેયરિંગ મૉડ અને વ્યૂ વન્સ જેવા કેટલાક નવા ફિચર્સ પણ જોવા મળશે. ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ અને વૉટ્સએપના હેડ વિલ કેથકાર્ટે જલ્દી જ આ નવા ફિચર્સ લાવવાની જાહેરાત કરી છે. સાથે જ કેથકાર્ટને આશા છે કે બહુ જલ્દી આઇપેડ ડિવાઇસ પર પણ વૉટ્સએપને સપોર્ટ કરવામાં આવી શકે છે.  


ઝકરબર્ગ અને કેથકાર્ટની સાથે વૉટ્સએપના ફિચર પર નજર રાખનારી કંપની WABetaInfoની વચ્ચે થયેલી એક અનોખી ગૃપ ચેટમાં આ વાતની જાહેરાત કરવામાં આવી. આ ચેટમાં ઝકબરબર્ગ અને કેથકાર્ટે પુષ્ટી કરી કે વૉટ્સએપમાં એક ડિસઅપેયરિંગ મૉડનુ ફિચર જલ્દી રૉલઆઉટ થવાનુ છે. વર્તમાનમાં યૂઝર્સ ગૃપ અને ચેટમાં વ્યક્તિગત રીતે મેસેજ ડિસઅપેયરિંગ કરી શકે છે. જોકે આ નવા ડિસઅપેયરિંગ મૉડનો ઉપયોગ કરવા પર આ એપના તમામ ગૃપ ચેટ પર આ મેસેજ ડિસઅપેયરિંગનુ ફિચર લાગુ થઇ જશે. 


'વ્યૂ વન્સ'નુ નવુ ફિચર પણ જલ્દી થશે રૉલઆઉટ 
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે એ પણ ઉલ્લેખ કર્યો કે એક નવુ ફિચર 'વ્યૂ વન્સ'ને પણ બહુ જલ્દી શરૂ કરવામાં આવશે. આ નવા ફિચરના ઉપયોગ કરવા પર તમે જ્યારે પણ કોઇને પણ કોઇ મેસેજ મોકલો છો, તો તે વ્યક્તિના જાયો બાદ તે ડિસઅપેયેરિંગ થઇ જશે. આ ફિચરને ઇનેબલ કરવા પર મેસેજ મેળવાનાર વ્યક્તિ માત્ર એક વાર જ મોકલવામાં આવેલી તસવીર અને વીડિયો ખોલી શકશે. આ પછી તે ચેટમાંથી ડિસઅપેયિરિંગ થઇ જશે.


ઝકરબર્ગ અને કેથકાર્ટની સાથે કહ્યું કે, મલ્ટી ડિવાઇસ ફિચરને બીટા ટેસ્ટિંગ આગામી એક બે મહિનામાં રૉલઆઉટ થઇ જશે. ઝકરબર્ગે બતાવ્યુ કે આ ફિચરને બનાવવામાં કેટલાક પડકારોનો સામનો કરવો પડ્યો એટલા માટે આને ડેવલપ કરવામા આટલો સમય લાગ્યો. જોકે, બહુ જલ્દી યૂઝર પોતાના એકાઉન્ટને ચાર લિન્ડ ડિવાઇસથી એક્સેસ કરી શકશે. ઝકરબર્ગે કહ્યું કે, મલ્ટી-ડિવાઇસ ફિચર એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનમાં સમાધાન નહીં કરે. મલ્ટી-ડિવાઇસ સપોર્ટ ઉપરાંત, રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યુ છે કે વૉટ્સએપ એક નવા પાસવર્ડ-પ્રૉટેક્ટેડ એન્ક્રિપ્ટેડ ચેટ બેકઅપ ફિચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને આઇઓએસ અને એન્ડ્રોઇડ ડિવાઇસની વચ્ચે પોતાની ચેટ હિસ્ટ્રીને ટ્રાન્સફર કરવાની અનુમતિ આપી શકે છે.