WhatsApp New Update : ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) દુનિયામાં સૌથી વધુ યૂઝ કરવામાં આવનારી એપમાંની એક છે. આ એપના અબજો યૂઝર્સ છે. પોતાના યૂઝર્સ માટે વૉટ્સએપ પણ વચ્ચે વચ્ચે નવા ફિચર્સ (WhatsApp New Feature) રિલીઝ કરતુ રહે છે. જોકે એપમાં પણ કેટલીક જટિલતાઓ છે. આ જ પ્રકારની એક જટિલતા વૉટ્સએપથી મીડિાય ફાઇલ્સ (Media Files) મોકલવા દરમિયાન આવે છે. 


અહીં તમને પોતાના ડિવાઇસમાં એક એક ફૉલ્ડર અને તમામ મીડિયા ફાઇલ્સ (Media Files) શૉ થાય છે. આ ભીડમાં જરૂરી ફાઇલ્સને શોધવામાં ટાઇમ લાગે છે. આ સમસ્યાને દુર કરવા માટે મેટા (Meta) એક નવા ફિચર પર કામ કરી રહ્યું છે. મીડિયા પિકર નામનુ આ ફિચર જલદી જ તમામ યૂઝર્સ માટે રિલીઝ કરી દેવામાં આવી શકે છે. જાણો આ ફિચર્સ વિશે...... 


હવે ફાઇલ શોધવામાં રહેશે આસાની-
રિપોર્ટ્સ અનુસાર, વૉટ્સએપ (WhatsApp) છેલ્લા કેટલાય દિવસોથી ‘મીડિયા પિકર’ (Media Picker) નામના આ નવા ફિચર પર કામ કરી રહ્યું છે. આ માટે કંપનીએ બીટા વર્ઝન 2.22.4.4ને રિલીઝ કર્યુ છે. આ ફીચનુ ટેસ્ટિંગમાં જાણવા મળ્યુ છે કે આનાથી યૂઝર્સ કોઇને પણ કોઇ ફાઇલ આસાનીથી મોકલી શકશે. ખરેખરમાં આ ફિચર અંતર્ગત તમે કોઇને પણ મીડિયા ફાઇલ મોકલવા માટે + ના સિમ્બૉલ પર ક્લિક કરશો, તો તમને હવે બે કેટેગરી દેખાશે. પહેલી કેટેગરી હશે રીસેન્ટ (Recent), જ્યારે બીજી કેટેગરી હશે ગેલેરી (Gallery)ની. આમાં લેટેસ્ટ ટેબને જોડવામાં આવી છે. આનાથી તમને કોઇપણ લેટેસ્ટ ફાઇલ અલગથી તરતજ  મળી જશે. તમારે આને એક જગ્યાએ શોધવી નહીં પડે. હાલમાં વીડિયો (Video) અને ઇમેજ તમા ફાઇલ એક જગ્યાએ દેખાય છે, જેનાથી પરેશાની આવે છે. 


બીજા એક ફિચર પર પણ ચાલી રહી છે કામ-


WhatsApp ગ્રુપમાં નહી ચાલે મેમ્બર્સની મનમાની, Adminને જલદી મળી શકે છે આ પાવર
એક રિપોર્ટ અનુસાર WhatsAppના આ નવા ફિચરથી ગ્રુપ એડમિન ગ્રુપમાં કોઇના પણ મેસેજને તમામ માટે ડિલિટ કરી શકશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે વોટ્સએપના આ ફિચરને જલદી જાહેર કરી શકે છે.


આ ફિચર આવવાથી ગ્રુપ એડમિન પાસે અગાઉ કરતા વધુ પાવર આપી જશે. તે એવા મેસેજને ડિલિટ કરી શકશે જે ગ્રુપ માટે યોગ્ય નથી. જેને લઇને વોટ્સએપના અપકમિંગ ફિચર પર નજર રાખનારી સાઇટ Wabetainfoએ રિપોર્ટ કર્યો છે. Wabetainfoના જણાવ્યા અનુસાર આ ફિચર જલદી વોટ્સએપ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ફિચરથી આગામી વોટ્સએપ બીટા અપડેટમાં જાહેર કરી દેવામાં આવશે. તેને લઇને સ્ક્રીનશોર્ટ્સ પણ શેર કરવામાં આવ્યો છે.


સ્ક્રીનશોર્ટમાં જોઇ શકાય છે કે જો કોઇ મેસેજ કોઇ એડમિન ડિલીટ કરે છે તો તેની નીચે એક નોટ ડિસ્પ્લે થશે જેમાં લખવામાં આવ્યુ હશે કે આ મેસેજ એક એડમિને ડિલિટ કર્યો છે. જેનાથી અન્ય યુઝર્સને એ જાણવામાં સરળતા રહેશે ક્યા એડમિને મેસેજ ડિલિટ કર્યો છે.આ ફિચરથી ગ્રુપ એડમિનના પાવરમાં વધારો થશે. બિનજરૂરી અને અફવા ફેલાવનારા મેસેજ ડિલીટ કરી શકશે. જોકે, આ ફિચરને તમામ માટે રોલઆઉટ કરવામાં સમય લાગી શકે છે.