Whatsapp- વૉટ્સએપમાં જલ્દી ફેરફાર આવવા જઇ રહ્યો છે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મેસેજિંગ એપ હવે ટુંક સમયમાં દરેકના મોબાઇલમાંથી બંધ થઇ જઇ શકે છે, કેમ કે કંપની યૂઝર્સના વૉટ્સએપ એકાઉન્ટને સિક્યૉર અને વેરિફિકેશન માટે ખાસ ફિચર લઇને આવવાનુ છે. વૉટ્સએપ હવે માત્ર મેસેજિંગ એપ જ નહીં પરંતુ આનાથી ડિજીટલ પેમેન્ટ થઇ રહ્યું છે, આના પર કોઇપણ પોતાના એકાઉન્ટને વેરિફાઇ કરીને પેમેન્ટ કરી શકે છે, આ કારણે આ એપને વધુ સુરક્ષિત કરવા માટે વેરિફિકેશન ઓફ યૉર એકાઉન્ટ ફિચર આવી રહ્યું છે. જો તમે વૉટ્સએપ વાપરી રહ્યાં છો તો તમારે પોતાનુ એકાઉન્ટ વેરિફાય કરવુ પડશે.


બીટા વર્ઝનના રિપોર્ટ અનુસાર, વૉટ્સએપ એકાઉન્ટને વેરિફાય કરવા માટે યૂઝર્સને પોતાની ઓફિશિયલ આઇડી આપવી પડશે. આ માટે યૂઝર્સ ઓળખ માટે કોઇપણ આઇડી આપી શકે  છે. જોકે હજુ વૉટ્સએપ  તરફથી આઇડીને લઇને કોઇ જાહેરાત નથી કરવામાં આવી. બીટા વર્ઝનમાં વૉટ્સએપ ફેરફાર મોટા ચેન્જને સ્પૉટ કરવામા આવ્યુ છે. આવામાં સ્પષ્ટ નથી કે આ ભારત કે પછી અન્ય દેશ માટે છે. 


ઉલ્લેખનીય છે કે, પેમેન્ટ માટે અન્ય પેમેન્ટ એપ PhonePe અને Google Pay માટે યૂઝર્સને પોતાની ઓળખ આપવી આવશ્યક નથી. કેટલીક એપ જેવી કે Paytm અને MobiKwik, યૂઝર્સને પોતાનુ કેવાયસી કરવાનુ કહેવામાં આવે છે. બ્રાઝિલમાં વૉટ્સએપ પે માટે ઉપયોગકર્તાઓ ફેસબુક પેનો ઉપયોગ કરીને ચૂકવણી વેરિફાય કરવાની આવશ્યાકતા નથી.  


મેસેજિંગ એપ અનુસાર, વૉટ્સએપ પેમેન્ટના ઉપયોગથી લોકો માટે પોતાના કૉન્ટેક્ટ્સને પૈસા મોકલવા કે વૉટ્સએપ પેના માધ્યમથી ચૂકવણી કરવા આસાન થઇ જશે. વૉટ્સએપે એ પણ નૉટ કર્યુ છે કે કમ્પૉઝરમાં કેમેરા આઇકૉન હવે ઉપયોગકર્તાઓને ભારતમાં 20 મિલિયનથી વધુ સ્ટૉર પર ચૂકવણી કરવા માટે પણ ક્યૂઆર કૉડને સ્કેન કરવા દે છે. વેરિફિકેશન ફિચરથી વૉટ્સએપ પેમેન્ટમાં ફ્રૉડની સમસ્યા ઓછી થઇ જશે. વૉટ્સએપ અનુસાર તમારુ એકાઉન્ટ સિક્યૉર થઇ  જશે.કોઇપણ પ્રકારની સમસ્યા આવવા પર વૉટ્સએપ પે પહેલાથી જ સૂચના આપી શકે છે.