રિપોર્ટ અનુસાર, iPhone યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને iOS 9 અથવા તેનાથી ઉપરમાં અપગ્રેડ કરવાનું પડશે. જ્યારે Android સ્માર્ટફોન યૂઝર્સે પોતાની ઓપરેટિંગ સિસ્ટમને Android 4.0.3 અથવા તેનાથી ઉપરની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી પડશે. ખાસ કરીને Samsung Galaxy S2 અને Motorola Droid Razrમાં આ ઇન્સટન્ટ મેસેજિંગ એપ કામ નહીં કરે. જ્યારે iPhone 4ના નીચેના મોડલ્સમાં પણ આ એપ કામ નહીં કરે.
સ્માર્ટફોનમાં લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરવા માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહેશે. ત્યાર બાદ લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ માટે ચેક કરવું પડશે. Apple યૂઝર્સ ફોનના સેટિંગ્સમાં જાય અને ત્યાર બાદ જનરલ પર જેપ કરો. ત્યાર બાદ About પર ટેપ કરીને તમારા સોફ્ટવેરનું વર્ઝન ચેક કરી શકો છો. Android યૂઝર્સ પોતોના ફોનના સેટિંગ્સમાં જઈને About Phone પર ટેપ કરીને પોતાના Android વર્ઝનને ચેક કરી શકે છે. જો તમારા સ્માર્ટફોનમાં પણ આ વર્ઝન ઇન્સ્ટોરલ છે તો તમારા ડિવાઇસમાં WhatsApp આવતી કાલવથી એટલે કે 1 જાન્યુઆરીથી કામ નહીં કરે.