Do Not Use Mobile In Morning: દરેક સવાર એક નવી આશા અને ઉર્જા લઈને આવે છે. સવારે ઉઠવાનો શરોઆતનો કલાક તમને આખા દિવસ માટે એનર્જી આપે છે. તેનો વ્યય ન કરવો. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ મોબાઈલનો ઉપયોગ શરૂ કરી દેતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો તે પોતે જ અનેક રોગોને આમંત્રણ આપે છે. નિષ્ણાતો દિવસના પહેલા કલાકમાં મોબાઈલમાં મેસેજ વાંચવા અને મોબાઇલ ફોન ચલાવવાની પણ મનાઈ ફરમાવે છે. એવું કેમ છે? સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ વાપરવાની મનાઈ શા માટે? ચાલો આજે તેની પાછળનું કારણ પણ જાણી લઈએ.
તણાવ વધે
સવારના સમયે કોર્ટીસોલ હોર્મોનનું સ્તર ઓછું હોય છે. કોર્ટિસોલ એ તણાવ આપતો હોર્મોન છે. માટે જ સવારે ઉઠતા જ તમે ફ્રેશ ફિલ કરો છો.પરંતુ જો તમે સવારે ઉઠતાની સાથે જ મોબાઈલ જોશો તો તેની સાથે બિનજરૂરી તણાવ નોતરશે. તે શરીર અને મગજની સામાન્ય પ્રક્રિયાઓને અવરોધે છે.
માથા અને ગરદનનો દુખાવો
માથાનો દુખાવો અને ગરદનના દુખાવાને લઈને હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનવાનું સૌથી સામાન્ય કારણ ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ છે. યુવાનો ગેજેટ્સનો ખૂબ ઉપયોગ કરે છે અને કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસીને કામ કરે છે. જેના કારણે 'રિપિટેસટિવ ઈંજરી' થવાની સંભાવના વધી જાય છે. 20 થી 40 વર્ષની વયજૂથના પ્રોફેશનલ લોકોમાં કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે. રિપિટેસટિવ ઈંજરી સ્ટ્ર્રેસ ઇજા (RSI) વારંવાર એક જ પ્રકારની ગતિશીલતા અને ઓવર-યુઝના કારણે સ્નાયુઓ અને વેન્સમાં થાય છે. આ સમસ્યાને ઓવરયુઝ સિન્ડ્રોમ, વર્ક રિલેટેડ અપર લિંબ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.
કરોડરજ્જુને પણ અસર
લાંબા સમય સુધી ગેજેટ્સનો ઉપયોગ કરવાથી કરોડરજ્જુ પર દબાણ આવે છે. આ તમારા અસ્થિબંધનમાં મચકોડનું જોખમ વધારે છે. આ સ્થિતિમાં સ્નાયુઓ હાર્ડ બની જાય છે અને ડિસ્કની સમસ્યાઓનું જોખમ વધી જાય છે. એવા પણ ઘણા લોકો છે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે, પરંતુ તેઓને કરોડરજ્જુમાં સમસ્યાઓથી પીડાય છે અને રિપિટેડ સ્ટ્રેસ ઈંજરી પણ સામાન્ય બની ગઈ છે.
આ ઉપાયો અનુસરો
મોબાઈલને બેડરૂમની બહાર રાખવાનો પ્રયાસ કરો.
નાસ્તાના ટેબલ પર મોબાઈલનો ઉપયોગ બિલકુલ ન કરો.
રાત્રે ફોનનું ઈન્ટરનેટ બંધ કરીને સૂઈ જાઓ.
સવારે સૌથી પહેલા ઈન્ટરનેટ ખોલવાનું ટાળો. દિવસના શરૂઆતના કલાકમાં તેને ચાલુ ન કરવાનો પ્રયાસ કરો.
તમારા મિત્રો અને સંબંધીઓને પણ સમજાવો કે તમે આ સમયે મોબાઈલ જોઈ શકતા નથી, તેથી કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ મોકલશો નહીં.
આ નિયમોનું ચુસ્તપણે પાલન કરો.