Windows 11 Launch: માઇક્રોસૉફ્ટે ગુરુવારે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ Windows 11ને લૉન્ચ કરી દીધી છે. આ સિસ્ટમ કેટલાય શાનદાર ફિચર્સની સાથે રિલીઝ કરવામાં આવી છે, જે યૂઝર્સને એક્સપીરિયન્સ બેસ્ટ બનાવશે. કંપનીએ આ ઇવેન્ટમાં આને લૉન્ચ કરવાની જાહેરાત કરી. ચાલો જાણી લઇએ આ ઓપરેટિંગ સિસ્ટમમાં કયા કયા ફિચર્સ છે બેસ્ટ.......


આ છે ટૉપ ફિચર્સ 1- વિન્ડો 11ને નવો લૂક આપવામાં આવ્યો છે, જેમાં કેટલાય એટ્રેક્ટિવ અને એડવાન્સ થીમ્સ મળી રહી છે. જ્યારે તમે આને અપડેટ કરશો તે દરેક વખતે અલગ અલગ પ્રકારનુ ગ્રાફિક્સ દેખાશે. 


2. વિન્ડો 11નુ ટાસ્કબાર પહેલાની સરખામણીમાં ઘણુ બદલી દેવામાં આવ્યુ છે, આમાં આઇકૉન સેન્ટરમાં દેખાશે, જે તમારો અનુભવ ખુબ રોમાંચક બનાવી દેશે. એટલુ જ નહીં આનુ સ્ટાર્ટ મેન્યૂ પણ ઘણુ બદલાઇ ગયુ છે. 


3. ખાસ વાત એ છે કે આ સિસ્ટમમાં તમે એક સ્ક્રીન પર કેટલીય વિન્ડોમાં કામ કરી શકશો. આને સ્નેપ લેઆઉટ કહેવામાં આવે છે. કેટલાય લોકો મલ્ટીટાસ્ક કરે છે આવામાં આ તેમના માટે ખુબ ફાયદાકારક સાબિત થશે. 


4. જો તમારુ લેપટૉપ કે કૉમ્પ્યૂટર ટચસ્ક્રીન છે, તો તમે આ વિન્ડોમાં વિના કીબોર્ડથી કામ કરી શકો છો. આમાં જેસ્ચર અને સ્ટૈક ફિચરને ખુબ બેસ્ટ કરવામાં આવ્યુ છે. 


5. તમને જાણીને ચોંકી જશો કે વિન્ડો 11ના સ્ટૉર પર તમને ફિલ્મો અને વેબ સીરીઝનુ કલેક્શન મળશે, અહીંથી તમે ફિલ્મો કે પછી સીરીઝની ખરીદી કરી શકો છો. આ સ્ટૉરને ખુબ શાનદાર લૂક આપવામાં આવ્યો છે.


6. ગેમિંગના શોખીન લોકો માટે આ વિન્ડો ખુબ કામની સાબિત થઇ શકે છે. આમાં કેટલાય એવા ફિચર્સ છે, જે ખાસ કરીને ગેમિંગ માટે બનાવવામાં આવ્યા છે. કંપનીનુ કહેવુ છે કે આ ગેમિંગ માટે બેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ સાબિત થશે.


7. આ વિન્ડો સિસ્ટમમાં તમને અમેઝૉન એપ સ્ટૉપ મળશે, જ્યાંથી તમે એપ્સને ડાઉનલૉડ કરી ઇન્સ્ટૉલ કરી શકો છો. આમાં તમામ એન્ડ્રોઇડ વાળી એપ્સને પણ ઇન્સ્ટૉલ કરી શકાશે, જોકે આની કેટલીક લિમીટ હશે.
 
8. આ વિન્ડોમાં તમને ટાઇપિંગ માટે વૉઇસ ટાઇપિંગનુ ફિચર પણ આપવામાં આવ્યુ છે, જેનાથી તમે ખુબ ઓછા સમયમાં ઝડપથી ટાઇપિંગ કરી શકશો. આમા શાનદાર ટચ કીબોર્ડ આપવામાં આવ્યુ છે. આ યૂઝર્સના એક્સપીરિયન્સને ખુબ બેસ્ટ બનાવી દેશે.