Xiaomi 13 Ultra Launch : ચીની સ્માર્ટફોન મેકર Xiaomiએ પોતાનો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xiaomi 13 Ultraને લૉન્ચ કરી દીધો છે. ફોનને હાલમાં ચીન અને બીજા કેટલાક અન્ય ક્ષેત્રોમાં લૉન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનની ખાસ વાત એ છે કે, ફોન Snapdragon 8 Gen 2 SoC અને 2K 12-bit ડિસ્પ્લે સાથે લૉન્ચ થયો છે. ફોન સાથે તમને 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે. ફોનની કિંમત લગભગ iPhone 14ની આસપાસ છે, જે આઇફોન 14 થી પણ વધુ છે. iPhone 14 એમેઝૉન અથવા ફ્લિપકાર્ટ પર આનાથી ઓછી કિંમતમાં વેચાઇ રહ્યો છે. જાણો કંપનીએ આ ફોનમાં શું આપ્યુ છે ખાસ..... 


Xiaomi 13 Ultraની સ્પેશિફિકેશન્સ  - 
પ્રૉસેસર : ક્વાલકૉમના ટૉપ-નૉચ સ્નેપડ્રેગન 8 Gen 2 ચિપસેટ 
રેમ અને સ્ટૉરેજ : 16GB સુધી LPDDR5X રેમ અને 1TB UFS 4.0 સ્ટૉરેજ 
ચાર્જિંગ સપોર્ટ : 90W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગ 
બેટરી : 5,000mAh  


Xiaomi 13 Ultraની રેમ કે સ્ટૉરેજને વધારી નથી શકાતી. ફોનની સાથે ખાસ વાત છે કે આ પણ ચાર્જર તમને બૉક્સની અંદર જ મળી જશે. 


Xiaomi 13 Ultraના કેમેરા ફિચર્સ
Xiaomi 13 Ultraમાં પાછળની બાજુએ ક્વૉડ કેમેરા સેટઅપ છે. જેમાં મેઇન લેન્સ 50-મેગાપિક્સલના સોની સેન્સર સાથે આપવામાં આવ્યો છે. આમાં 50-મેગાપિક્સલનો સોની IMX858 અલ્ટ્રાવાઇડ કેમેરા, OIS સાથેનો 50-મેગાપિક્સલનું સુપર ટેલિફોટો સેન્સર અને 3x ઓપ્ટિકલ ઝૂમ સાથેનો 50-મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર પણ અવેલેબલ છે. ફોનના ફ્રન્ટ કેમેરામાં 32-મેગાપિક્સલનું સેન્સર આપવામાં આવ્યુ છે.


Xiaomi 13 Ultraના ડિસ્પ્લે ફિચર્સ 
આ ફોનમાં LTPO માટે સપોર્ટ સાથે 6.73-ઇંચની 2K AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેમાં 120Hz રિફ્રેશ રેટ, HDR10+, Dolby Vision, P3 કલર ગેમટ, 1920Hz PWM ડિમિંગ અને 2600nits સુધીની પીક બ્રાઈટનેસ માટે સપોર્ટ છે. યૂઝર્સને પ્રીમિયમ અનુભવ આપવા માટે ગેઝેટ્સ ધુમાવદાર ધાર વાળું છે. આગળનો ભાગ મજબૂત કોર્નિંગના ગોરિલા ગ્લાસ વિક્ટસ કોટેડ છે. બેક પેનલમાં પ્રીમિયમ લેધર ફિનિશ છે અને આ ફોનને પાણી અને ધૂળથી પ્રૉટેક્ટ કરવા માટે IP68 રેટિંગ પણ છે. 


Xiaomi 13 અલ્ટ્રાની કિંમત 
નવા લૉન્ચ ફોનની કિંમત RMB 5,999 છે, જે ભારતમાં લગભગ 71,600 રૂપિયામાં છે. આ કિંમત બેઝ મૉડલ 12GB + 256GB સ્ટૉરેજ માટેની છે. આ કિંમતે તમને ભારતમાં આસાનીથી iPhone 14 મળી જશે, જે Appleની લેટેસ્ટ લૉન્ચ સીરીઝનું વેનિલા મૉડલ છે. ખાસ વાત છે કે આ કિંમતે તમે iPhone 14 મેળવવા વિશે પણ વિચારી શકો છો.