નવી દિલ્હીઃ ચીનની પૉપ્યૂલર સ્માર્ટફોન કંપની Xiaomi પોતાના સૌથી સસ્તા 5G સ્માર્ટફોન Mi 10iને વધુ સસ્તી કિંમતે વેચી રહી છે. શ્યાઓમીની ઓફિશિયલ વેબસાઇટ પર આ સ્માર્ટફોનની કિંમત ઓછી કરી દેવામાં આવી છે. આ ફોનને લૉન્ચિંગના બાદથી જ સારો રિસ્પૉન્સ મળ્યો છે. આમાં 108 મેગાપિક્સલના કેમેરા ઉપરાંત ફોનમાં દમદાર પ્રૉસેસર આપવામા આવ્યુ છે. Mi 10i પર કેશબેકની સાથે સાથે ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને નૉ-કૉસ્ટ EMI જેવી ઓફર મળી રહી છે. જો તમે એસબીઆઇ કાર્ડથી આનુ પેમેન્ટ કરો છો તો તમને 1500 રૂપિયાનુ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ વિશે..... 


આટલી છે કિંમત-
Xiaomi Mi 10i સ્માર્ટફોન બે વેરિએન્ટમાં અવેલેબલ છે, જેમાં 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 21,999 રૂપિયા છે, જ્યારે આના 8GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 23,999 રૂપિયામાં ઓર્ડર કરી શકાય છે. 


Mi 10iની સ્પેશિફિકેશન્સ- 
આ ફોનમાં 6.67 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનુ રિઝૉલ્યુશન 2400 x 1080 પિક્સલ છે. આનો એડેપ્ટિવ સિંક રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝનો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ફોનમાં 6GB અને 8GB રેમ આપવામાં આવી છે, સ્ટૉરેજ માટે 64GB અને 128GB નો ઓપ્શન આપવામાં આવ્યો છે. શ્યાઓમીનો આ ફોન એન્ડ્રોઇડ બેઝ્ડ MIUI 12 પર કામ કરે છે. ફોન ક્વાલકૉમ સ્નેપડ્રેગન 750G પ્રૉસેસરવાળો છે.


જબરદસ્ત છે કેમેરા
Mi 10i માં જબરદસ્ત કેમેરા ફિચર્સ આપવામાં આવ્યા છે. Mi 10i ના ચાર રિયર કેમેરામાં અપર્ચર એફ/1.75 ની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઇમરી (Samsung HM2) સેન્સર, અપર્ચર એફ/2.2ની સાથે 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એન્ગલ, 2 મેગાપિક્સલ મેક્રો અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર આપવામાં આવ્યુ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.