આ છે કિંમત
Xiaomi Mi 11ના 8 GB + 128 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 749 Euro એટલે કે અંદાજે 65,728 રૂપિયા છે. જ્યારે તેના 8 GB + 256GB વાળા મોડલની કિંમત EUR 799 એટલે કે 70300 રૂપિયા હશે. શાઓમીના આ ફોન ક્લાઉડ વ્હાઇટ, મિડનાઈટ ગ્રે અને હોરિઝન બ્લૂ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.
Xiaomi Mi 11ના સ્પેશિફિકેશન્સ
Xiaomi Mi 11માં 6.81-ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેમાં HDR10+નો પણ સપોર્ટ આપવામાં આવ્યો છે. પ્રૉટેક્શન માટે આમાં કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સપોર્ટ છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ MIUI 12.5 પર કામ કરે છે. આ ફોન ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો છે. આમાં 108MPનો પ્રાઇમરી કેમેરો OIS સપોર્ટની સાથે આપવામાં આવ્યો છે. ફોનમાં 13MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ કેમેરો, 5MP મેક્રો કેમેરા અને 20MPનો કેમેરા સેલ્ફી આપવામાં આવ્યો છે.
પાવર માટે Xiaomi Mi 11માં 4600mAhની બેટરી આપવામાં આવી છે, જે Mi TurboCharge 55W વાયર્ડ અને 50W વાયરલેસ ચાર્જિંગની સાથે આવે છે.