ચીનની લોકપ્રિય ટેક કંપની Xiaomi એ આજે તેની લોન્ચિંગ ઇવેન્ટમાં Mi 6 Band લોન્ચ કર્યો છે. અગાઉ તેને આ વર્ષે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ તેની કિંમત 3,499 રૂપિયા નક્કી કરી છે. તે Mi 5 Band જેવું જ છે, જોકે તેમાં Mi Band 5 કરતા મોટી OLED સ્ક્રીન છે. આ તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખશે. ચાલો જાણીએ કે આમાં શું ખાસ છે.
તણાવ દૂર કરવા ટિપ્સ આપશે
Mi 6 Band વોટર પ્રુફ અને નવા ટચ સપોર્ટેડ ડિસ્પ્લેથી સજ્જ છે. લોહીમાં ઓક્સિજનનું સ્તર માપવા માટે તેમાં SPO2 સેન્સર છે. તેની ખાસિયત એ છે કે આ બેન્ડ તમને સ્ટ્રેસ દૂર કરવાની ટિપ્સ અને યુક્તિઓ પણ જણાવશે. આ સાથે તે 24x7 હાર્ટ રેટ પર પણ નજર રાખશે.
30 સ્પોર્ટ્સ મોડ્સ મળશે
Mi 6 Bandમાં 30 સ્પોર્ટ્સ મોડ આપવામાં આવ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેની બેટરી એક જ ચાર્જમાં 14 દિવસનો બેકઅપ આપશે. તેમાં 125mAh ની બેટરી છે. આ બેન્ડ વોકિંગ, રનિંગ, સાઇકલિંગ જેવી 6 પ્રવૃત્તિઓને પણ સપોર્ટ કરશે. તેમાં સ્લીપ ટ્રેકિંગ ફીચર પણ છે.
પાણીમાં બગડશે નહીં
Miનો આ ખાસ બેન્ડ 50 મીટર સુધી પાણીમાં પણ બગડશે નહીં. તેમાં બ્લૂટૂથ 5.0 આપવામાં આવ્યું છે. તેમાં 1.56 ઇંચનો ટચ ડિસ્પ્લે છે. તમે તેને ચાર રંગ વિકલ્પોમાં ખરીદી શકશો.
આ બેંડ સાથે ટક્કર થશે
Mi 6 Bandની ટક્કર ભારતમાં સેમસંગ, રિયલમી અને ઓપ્પો જેવી બ્રાન્ડ્સમાં સાથે થશે. આ બ્રાન્ડ્સના બેન્ડને ભારતમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ તમામ કંપનીઓ લેટેસ્ટ સુવિધાઓ સાથે બેન્ડ લોન્ચ કરે છે. જોવાનું રહેશે કે આ Mi બેન્ડ આ બ્રાન્ડ્સના ફિટનેસ બેન્ડ સાથે કેવી રીતે સ્પર્ધા કરે છે.