નવી દિલ્હીઃ ચીની સ્માર્ટફોન કંપની શ્યાઓમીએ પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન Redmi Note 10 ભારતમાં લૉન્ચ કરી દીધો છે. આ સીરિઝ હેઠળ કંપની Redmi Note 10, Redmi Note 10 Pro, અને Redmi Note 10 Pro Max ત્રણ મૉડલ્સ લૉન્ચ કર્યા છે. આ સ્માર્ટફોનની કિંમત 11999 રૂપિયાથી શરૂ થઈને 21999 સુધી છે. આ તમામ મોડલ્સમાં પ્રોસેસરથી લઈ કેમેરા ફીચર્સ શાનદાર આપવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેડમી નૉટ 10 સ્માર્ટફોનની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થઇ શકે છે. આના 6 GB રેમ અને 64 GB સ્ટૉરેજ આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લૉન્ચ થયેલા રેડમી નૉટ 9ની શરૂઆતી કિમત 11,999 રૂપિયા હતી, આ ફોનમાં 4 GB રેમની સાથે 64 GB સ્ટૉરેજ આપવામાં આવી હતી.
Redmi Note 10ની સ્પેશિફિકેશન્સ..
Redmi Note 10 ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે. આમાં 4G અને 5G કનેક્ટિવિટી ઓપ્શન આપવામાં આવી છે. આમાં પાવર માટે 5050mAhની બેટરી આપવામાં આવી છે. જે 33 ડબલ્યુ ફાસ્ટ ચાર્જિંગની સપોર્ટ સાથે છે.
Redmi Note 10 માં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઇમરી કેમેરા 48 મેગાપિક્સલ, સેકન્ડરી 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 2 મેગાપિક્સલ માઇક્રો લેન્સ અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર છે. સેલ્ફી અને વિડિઓ કોલિંગ માટે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા છે.
Redmi Note 10ના 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ વાળા વેરિએન્ટની કિંમત 11,999 છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 13,999 છે.
આ ઉપરાંત Redmi Note 10 Proની 6 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 15,999 છે. 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 16,999 રૂપિયા છે. તેની સાથે આ મોડેલના 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 18,999 છે.
Redmi Note 10 Pro Maxની 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 19,999 રાખવામાં આવી છે. જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરીએન્ટની કિંમત 21,999 છે.
Redmi Note 10 સીરિઝ ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Mar 2021 09:53 PM (IST)
Redmi Note 10 ફોનમાં 6.43 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, પરફોર્મન્સ માટે આમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 678 પ્રૉસેસર છે. આ બન્ને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 બેઝ્ડ MIUI 12 પર કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -