સેલમાં Redmi 9i 4GB + 64GB વેરિયન્ટને 8299 રૂપિયાની જગ્યાએ 7999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તેવી જ રીતે Redmi 9 Primeના 4GB + 64GB વેરિયન્ટના વેચાણ પર 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 9499 રૂપિયામાં મળી રહ્યો છે.
Redmi Note 9 સીરીઝની વાત કરીએ તો Redmi Note 9 નો 6જીબી + 128 જીબી વેરિયન્ટ 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 13999 રૂપિયામાં મળી રહ્યો છે. તેવી જ રીતે Redmi Note 9 Proનો 4જીબી + 128 જીબી વેરિયન્ટ 15999 રૂપિયાની જગ્યાએ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 13999 રૂપિયામાં મળી રહ્યો છે.
આ સેલમાં Redmi Note 9 Pro Max ના 6જીબી + 128જીબી ફોન 18499 રૂપિયાની જગ્આએ 17499 રૂપિયામાં મળી રહ્યો છે. આ ફોન્સની સાથે એક્સચેન્જ પર વધારાના 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ સેલમાં Mi LED Smart TVs પર 1000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે. Mi LED TV 4A Pro (43-ઇંચ) નું વેચાણ 1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 23,999 રૂપિયામાં મળી રહ્યું છે. Mi LED TV 4A Pro (32-ઇંચ) 500 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ 14,499 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે Mi LED TV 4X (50-ઇંચ) અને Mi LED TV 4X (55-ઇંચ)1,000 રૂપિયાના ડિસ્કાઉન્ટ બાદ ક્રમશઃ 33,999 રૂપિયા અને 38,999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
વિયરબેલ્સની વાત કરીએ તો Mi Smart Band 4 પર 400 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. અને 1,899 રૂપિયામાં ખરીદી શકાય છે. તેવી જ રીતે Mi Watch Revolve 2,000 રૂપિયાના ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ છે. તેવી જ રીતે Redmi Smart Band ને 1,599 રૂપિયાના બદલે 1,299 રૂપિયામાં ખરીદી શકાય છે.