Gmail Security Setting: છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમ (Cyber Crime)ના કેસો વધી રહ્યાં છે. સાયબર ક્રિમિનલ્સ (Cyber Criminals) તમારા જીમેઇલ (Gmail), ડેટા (Data) અને અન્ય પર્સનલ ડેટાને હેક કરીને તમને બ્લેકમેઇલ કરે છે. કડીમાં સૌથી વધુ ખતરો જીમેઇલ (Gmail) ની સાથે રહે છે. જીમેઇલનો ઉપયોગ સ્માર્ટફોન (SmartPhone) યૂઝ કરનારા લગભગ દરેક શખ્સ કરે છે. આનો ઉપયોગ પર્સનલ અને ઓફિસ (Office) દરેક રીતે કરવામાં આવે છે, આવામાં આનુ મહત્વ વધી જાય છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ એવી ટ્રિક્સ જેનાથી તમે જાણી શકો છો કે તમારુ જીમેઇલ હેક થયુ છે કે નહીં.
અપનાવો આ રીત-
જો તમારુ જીમેઇલ એકાઉન્ટ (Gmail Account) કોઇ હેક કરે છે, તો આની જાણકારી તમને નથી મળી શકતી. જો આની ખબર પડી જાય તો તમે પાસવર્ડ ચેન્જ કરી શકો છો. તમે Google Password Checkup એડ-ઓન ફિચરથી જાણી શકો છો કે તમારુ જીમેઇલ હેક (Gmail Hack) થયુ છે કે નહીં. આના ઉપયોગ માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
તમારા ફોન (Phone) કે ડેસ્કટૉપ (Desktop) પર ગૂગલ ક્રૉમ બ્રાઉઝર (Google Chrome Browser)માં ફ્રી પાસવર્ડ ચેકઅપ સૉફ્ટવેર ડાઉનલૉડ કરો.
હવે આના પર સૉફ્ટવેર (Software)ને ઇન્સ્ટૉલ કરો. ઇન્સ્ટૉલ થયા બાદ ક્રૉમ એક્સટેન્શન તમારા લૉગીન ક્રેડેન્શિયલને ચેક કરે છે.
જો તમારુ યૂઝરનેમ અને પાસવર્ડ ગૂગલના ડેટાબેઝ (Google Database)માં હાજર હશે, તો સૉફ્ટવેર તમને આના વિશે નૉટિફિકેશન આપશે. આ ડેટાબેઝ તે યૂઝરનેમ અને પાસવર્ડથી ભરેલો હોય છે, જેને હેક કર્યો હોય છે. આ ડેટાબેઝમાં લગભગ 4 કરોડ પાસવર્ડ છે.
ડેટાબેઝથી નૉટિફિકેશન મળ્યા બાદ તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે. આમાં સંબંધિત વેબસાઇટના પાસવર્ડ ચેકઅપની જાણકારી હશે.
હવે અહીંથી બ્રાઉઝર (Browser) પર સેવ કોઇપણ પાસવર્ડ (Password)ને આસાનીથી ચેક કરી શકશો.
આ સ્ટેપ્સ બાદ તમને બતાવી દેવામાં આવશે કે તમારુ જીમેઇલ હેક થયુ છે કે નહીં.
જો પાસવર્ડ હેક થયો છે તો તમારે તાત્કાલિક પાસવર્ડ બદલવો જોઇએ.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર