દ્વારકાઃ 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે મીની મેનિફેસ્ટો જાહેર કર્યો છે. દ્વારકામાં યોજાયેલ ચિંતન શિબિરમાં મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગૃહિણીઓને ગેસ સિલિંડર 500ની અંદર આપવાની કૉંગ્રેસે જાહેરાત કરી છે તો રહેણાક મકાનોના વીજબિલમાં કોંગ્રેસ રાહત આપશે અને પાણીવેરામાં ઘટાડો કરશે તેવી જાહેરાત કરી છે.


જગદીશ ઠાકોરે જાહેરાત કરી હતી  કે જૂની પેન્શન યોજના અમે ફરી લાગુ કરીશું અને ફિક્સ પગાર વ્યવસ્થા અમે નાબૂદ કરીશું. સાથે જ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે અને ખેતી માટેની વીજળીના બિલ 50 ટકા કરવામાં આવશે તેવી વાત કરાઇ છે. તે સાથે જ હાલની જમીન માપણી રદ કરી નવેસરથી માપણી કરવાની પણ જાહેરાત કરવામા આવી છે. તમામ ખેતપેદાશોના ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે. તો કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 4 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. 


સરકારી કર્મચારીઓ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેના સંતાનને સરકારી નોકરી આપીશું તેવું વચન આપ્યું છે. તો સાથે જ આરોપ લગાવ્યો હતો કે કલેકટર અને SP ઓફિસ ખંડણી અને તોડ માટેની કચેરી બની છે. કોંગ્રેસ સરકારની પહેલી કેબિનેટમાં આવા અધિકારીઓ સામે કાર્યવાહી થશે. ગ્સ, દારૂ અને ચરસના વેપાર સાથે સંકળાયેલા અધિકારીઓના કોલર પકડીશું તેવી જગદીશ ઠાકોરે ચીમકી ઉચ્ચારી હતી.


સાથે જ માછીમારોને ડીઝલ સબસીડી આપીશું તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ દરેક તાલુકા મથકે મહાત્મા ગાંધી આધુનિક મોડેલ સ્કૂલ બનાવાશે. સાથે જ જાહેર કરેલા તમામ સંકલ્પો પહેલી જ કેબિનેટમાં પૂર્ણ કરીશુ તેવું વચન આપ્યુ હતું.


નોંધનીય છે કે આ વર્ષે 2 માર્ચ, 2022ના રોજ ગુજરાત સરકારનું બજેટ રજૂ થવાનું છે જેમાં ગુજરાત સરકાર ખેડૂતોને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. 


 


તંજાનિયાના સોશિયલ મીડિયા સ્ટાર ભાઈ-બહેને PM મોદીને પ્રભાવિત કર્યા, જાણો PM મોદીએ શું કહ્યું


Russia Ukraine War: યુક્રેનમાં ત્રિરંગો બન્યો ભારતીયોનો સુરક્ષા કવચ, ત્રિરંગો જોઈ રશિયન સેના કરે છે મદદ


Mahashivratri 2022:મહાશિવરાત્રીના અવસરે, ઇચ્છાપૂર્તિ માટે કરો આ સિદ્ધ સચોટ અચૂક ઉપાય કરવાનું ન ભૂલશો, મનોરથ થશે પૂર્ણ


જો આપ હોસ્પિટલના ICUમાં લઇ જાવ છો મોબાઇલ તો સાવધાન, થઇ શકે છે આ નુકસાન