Youtube Premium Price Hike: યુટ્યુબે તેના પ્રીમિયમ (Youtube Premium) સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. આનાથી ભારતીય યુટ્યુબ યુઝર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે કારણ કે હવે યુઝર્સે યુટ્યુબના પ્રીમિયમ પ્લાનનો લાભ લેવા માટે પહેલા કરતા વધુ રૂપિયા ખર્ચવા પડશે.
નોંધનીય છે કે 2019 પછી આ પહેલીવાર છે જ્યારે YouTube પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે YouTube પ્રીમિયમ પ્લાનની વધેલી કિંમતની શું અસર થઈ શકે છે.
નવી કિંમતો અને પ્લાન્સ
યુટ્યુબ પ્રીમિયમના પર્સનલ પ્લાનની કિંમત અગાઉ 129 રૂપિયા હતી, પરંતુ હવે તેને વધારીને 149 રૂપિયા કરી દેવામાં આવી છે. પહેલા YouTube પ્રીમિયમના ફેમિલી પ્લાનની કિંમત 189 રૂપિયા હતી, પરંતુ હવે કંપનીએ તેની કિંમત વધારીને 299 રૂપિયા પ્રતિ માસ કરી દીધી છે. YouTube પ્રીમિયમના ફેમિલી પ્લાનમાં 5 લોકોને પ્રીમિયમ સેવાનો લાભ લેવાની તક મળે છે.
આ સિવાય YouTube પ્રીમિયમના સ્ટુડન્ટ પ્લાનની કિંમત પહેલા 79 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 89 રૂપિયા થઈ ગઈ છે.
યુટ્યુબ પ્રીમિયમ પ્લાનની વધેલી કિંમતને જોતા તે સ્પષ્ટ છે કે તેની સૌથી વધુ અસર ફેમિલી પ્લાન ખરીદનારા યુઝર્સ પર પડશે. કારણ કે કંપનીએ આ પ્લાનની કિંમતમાં 110 રૂપિયાનો વધારો કર્યો છે.
કેમ વધ્યો ભાવ?
YouTube પ્રીમિયમ પ્લાનની કિંમતમાં વધારો કરવા માટે ઘણા કારણો આપવામાં આવ્યા છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે કંપની તેના યુઝર્સને વધુ સારી સર્વિસ અને ફીચર્સ આપવા માંગે છે.
પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન હેઠળ યુઝર્સને જાહેરાત-મુક્ત વિડિઓ જોવા, બ્રેકગ્રાઉન્ડ પ્લેબેક અને ઑફલાઇન ડાઉનલોડ જેવી સુવિધાઓ મળે છે. વધુમાં YouTube મ્યુઝિક પ્રીમિયમનો લાભ પણ છે જેમાં 100 મિલિયનથી વધુ ગીતોની ઍક્સેસ સામેલ છે.
ટેક જાયન્ટ ગૂગલે આજે તેની 'મેડ બાય ગૂગલ' ઈવેન્ટનું આયોજન કર્યું છે. ગૂગલ આ ઇવેન્ટમાં તેના ચાહકો માટે Pixel 9 સિરીઝ લોન્ચ કરી છે. કંપનીએ Google Pixel 9 અને Pixel 9 Pro લોન્ચ કર્યા છે. તેમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર હશે. બંને ફોન એક જ પ્રોસેસર સાથે આવશે. તેમાં ટેન્સર G4 પ્રોસેસર મળશે. સ્ટાન્ડર્ડ મોડલ્સમાં 12GB રેમ હશે, જ્યારે પ્રો મોડલ્સમાં 16GB રેમ હશે.
આ પણ વાંચોઃ
Reliance Jio: હવે મનગમતો નંબર મળશે, Jio લાવ્યું ધમાકેદાર સ્કીમ, જાણો પુરેપુરી પ્રૉસેસ