હું તો બોલીશઃ 'શિક્ષણનો સત્યાનાશ' તો રોકો સરકાર!
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Aug 2021 11:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં શિક્ષણક્ષેત્રના અનેક વિભાગોમાં ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું છે. ચાહે શિક્ષકોની નિમણૂક હોય કે પછી વર્ગખંડની સમસ્યા. આજે અરવલ્લીમાં એક શિક્ષિકા મેરિટમાં હોવા છતાં નોકરી માટે પૈસા આપવા મજબૂર હોય તેવી ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. અરવલ્લીની સાતરડા ગામની શાળાના પ્રિંસિપાલ શિક્ષિકા પાસે નોકરીમાં જોડાવવા માટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી રહ્યા હતા. સાતરડા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના આચાર્યએ પહેલા પાંચ લાખ માંગ્યા ત્યારબાદ અઢી લાખ માંગ્યા અને ત્યારબાદ દોઢ લાખ સુધીની માંગણી કરતા ઓડિયોમાં સ્પષ્ટ સંભળાય છે.