હું તો બોલીશઃ મહારાષ્ટ્રમાં સરકાર કોણ ?
gujarati.abplive.com
Updated at:
22 Jun 2022 10:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી નિવાસસ્થાન છોડીને માતોશ્રી જવા રવાના થયા છે. જોકે, હજુ સુધી ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં જોઇ શકાય છે કે સત્તાવાર નિવાસસ્થાનમાંથી ઉદ્ધવ ઠાકરેનો સામાન લઇ જવામાં આવી રહ્યો છે. આ અગાઉ ફેસબુક લાઇવ સંબોધનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓને મુખ્યમંત્રી પદની લાલચ નથી. જો બળવાખોર ધારાસભ્યો સામે આવીને કહે તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું.