અમરેલીઃ અમરેલીમાં દીપડા બાદ સિંહના હુમલાની ઘટના બની છે. ધારી ગીરના દલખાણીયા રેન્જના ડાભાળી જીરા વિસ્તારમાં કુદરતી હાજતે ગયેલા ખેત મજૂરને સિંહે ફાડી ખાધો હતો. ઘટનાની જાણ થયા બાદ પહોંચેલા વન વિભાગ તથા સ્થાનિકોની શોધખોળ બાદ મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો અને થોડીવાર પછી સિંહ પણ પાંજરે પૂરાયો હતો.

મળતી માહિતા પ્રમાણે, સવારે મજૂર કુદરતી હાજતે ગયો ત્યારે સિંહે હુમલો કર્યો હતો. ખેત મજૂરનાં પેન્ટ, શાલ પર અને જમીન પર લોહીનાં નિશાન મળી આવતા ચકચાર મચી ગયો હતો. બગસરામાં દીપડા બાદ ધારી પંથકમાં સિંહ હુમાલાની ઘટના સામે આવતા ખેડૂતો ભયભીત થયા છે.

સ્થાનિકોનાં જણાવ્યાં પ્રમાણે ભોગ બનનાર ખેડૂત મધ્યપ્રદેશનો રહેવાસી છે. અહીં મજૂરી કરવા માટે આવ્યો હતો. આ દુર્ઘટનામાં સિંહે મજૂરને ઇજા પહોંચાડીને દૂર સુધી ઢસડી ગયો હતો.  ઘટનાથી થોડે દૂર મજૂરનું પેન્ટ, શાલ પણ મળી આવી હતી. તેની શાલ આખી લોહીવાળી થઇ ગઇ હતી.


આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે

ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ સહિત 4 ટીમો વચ્ચે જલ્દી રમાશે આ મોટી ટુર્નામેન્ટ, ગાંગુલીએ કરી જાહેરાત

Jharkhand Election Results: હેમંત સોરેને લીધા પિતાના આશીર્વાદ, સાઇકલ ચલાવી આપ્યા ગઠબંધનમાં બેલેન્સના સંકેત