કરજણ પાસે 2 કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9ના મોત
અકસ્માતને પગલે થોડા સમય માટે હાઇવે પર વાહન વ્યવહાર અવરોધાયો હતો. બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા સાથે ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
બનાવને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કેટલાકની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર ફોર્ચુનર અને સ્વિફટ કારમાં સવાર મુસાફરો પૈકી 7ના મોત થયા હતા. મૃતકોમાં 4 બાળકો, 3 મહિલાઓ અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. 4 જેટલા ઇજાગ્રસ્તો છે.
પૂરઝડપે જતી કાર બે વાહનોમાં અથડાયા બાદ રોંગસાઇડ પર ધસી ગઇ હતી. જેને પગલે સામેથી આવતી લકઝરી બસમાં ધડાકાભેર ભટકાયા બાદ પલટી ખાઇ ગઇ હતી.
જેમાં વડોદરા તરફથી સુરત જતી ફોર્ચુનર કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કાર પહેલા સ્વિફટ કારમાં અને ત્યારબાદ બીજી એક કાર સાથે અથડાઇ હતી.
વડોદરાઃ વડોદરા નેશનલ હાઇવે આઠ ઉપર આવેલા કરજણ ગામ નજીક શિવકૃપા હોટલ પાસે મોડી રાત્રે જે અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં 9 વ્યક્તિના મોત થયા હતા. જયારે કેટલાકને ગંભીર ઇજા થઇ હતી. કરજણની શિવકૃપા હોટલ પાસેના ઓવરબ્રિજ પાસે રાતે 9 વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો.