આજે આંબેડકર જયંતીની ઉજવણી, વડોદરા-અમદાવાદમાં કાર્યક્રમમાં થયો હોબાળો
કેંદ્રીય મંત્રી મેનકા ગાંધીએ વડોદરા ખાતે ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા.
અમદાવાદ: ડૉ બાબા સાહેબ આંબેડકરની આજે 127મી જયંતી છે. આ તકે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવી રહ્યા છે. કૉંગ્રેસ, ભાજપ, બસપા, સપા સહિત તમામ પક્ષોએ આ વિશેષ કાર્યક્રમોના આયોજન કર્યા છે.
વડોદરા અને અમદાવાદમાં આંબેડકર જયંતિના કાર્યક્રમમાં હંગામો થયો હતો. અમદાવાદમાં હંગામા બાદ સાત પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી છે. વડોદરામાં રેસકોર્સ ખાતે ચકકાજામ કરવામાં આવ્યો છે. દલિતો અને કોગ્રેસે ચકકાજામ કર્યો છે. રસ્તા પર બેસી વિરોધ કરવામાં આવી રહ્યો છે. જય ભીમના નારા લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. રસ્તા પર બેસી વિરોધ કરવામાં આવતા ટ્રાફિકજામ સર્જાતા પોલીસ દોડી આવી હતી. વડોદરામાં બાબાસાહેબ આંબેડકરના પુષ્પાંજલિ કાર્યક્રમમાં દલિત યુવકોને પહેલા પુષ્પાંજલિ આપતા અટકાવતા હંગામો થયો હતો.
આંબેડકર જયંતી પર રાજકીય પક્ષો દલિતોને મનાવવાની કોશિશમાં લાગ્યા છે. આંબેડકર જયંતી પર ગૃહ મંત્રાલયે કોઈ પ્રકારનો તણાવ ન સ્રજાય તેના માટે એલર્ટ જાહેર કર્યું છે. આંબેડકર જયંતી પર પંજાબના ધણા બધા શહેરોમાં એલર્ટ જાહેર કરવાની સાથે અમૃતસર, જાલંધર અન ફરીદકોટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.