સાઉથ આફ્રિકામાં 5 ગુજરાતીઓ મોત, થોડા દિવસ પહેલા જ પુત્રીના થયા'તા લગ્ન, પરિવારની અંતિમ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્થાનિક રહીશોએ પોલીસને જણાવ્યું હતું કે, મકાનમાં આગ લાગતા પહેલા મોટો ઝગડો થયો હતો. પોલીસને આગ ગેરમાર્ગે દોરવા માટે લગાડવામાં આવી હોવાના પુરાવા મળતાં હવે પરિવારની હત્યાની દિશામાં તપાસ શરૂ કરી છે. મકાનમાંથી મળેલી અન્ય મહિલા મૃતકની દીકરીના સાસરીપક્ષની હોવાની વિગતો બહાર આવી છે.
સળગી ગયેલા મકાનમાંથી માંજરા દંપતિ, તેમની પુત્રી અને પુત્ર તથા અન્ય એક વૃદ્ધ મહિલાના મૃતદેહ મળ્યાં હતાં. મકાનને બહારથી બંધ કરી આગ લગાડવામાં આવી હોવાના પુરાવા પ્રાથમિક તબકકે મળ્યાં હતાં.
દિવા ગામના માંજરા ફળિયામાં રહેતા અબ્દુલ અઝીઝ માંજરા 20 વર્ષ પહેલા આફ્રિકામાં રોજગારી માટે સ્થાયી થયાં હતાં. તેઓ સ્થાનિક મોલમાં ફરજ બજાવતાં હતાં. તેમના પરિવારમાં પત્ની ગોરીબહેન, પુત્રીઓ મહેરુનીશા અને મહેઝબીન અને પુત્ર મહંમદ રીઝવાનનો સમાવેશ થાય છે. તેઓ છેલ્લા પાંચ મહિનાથી મોરીટઝબર્ગ શહેરના લાર્ચ રોડ એરીયા ખાતેના મકાનમાં રહેવા માટે ગયાં હતાં. ગુરૂવારે તેમના મકાનમાં આગ લાગી હોવાની જાણ પાડોશીએ કરતાં પોલીસ તથા ઇમરજન્સીની ટીમ પહોંચી હતી.
સળગી ગયેલા મકાનમાં અબ્દુલ અઝીઝ આદમ, ગોરીબેન અબ્દુલ અઝીઝ, મહંમદ રિઝવાન અબ્દુલ અઝીજ, મહેરુનિશા અને અન્ય એક સંબંધી મહિલાનું મોત નિપજ્યું હતું. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે કે પાંચ વ્યક્તિના મોત મકાન સળગી જવાથી થયા છે કે હત્યા કરવામાં આવી છે.
અબ્દુલભાઈની પુત્રી મહેઝબીનના લગ્ન 8 દિવસ પહેલાં જ થયાં હતાં. પરિવાર લગ્ન પ્રસંગને લઈને ખુશી ભર્યા માહોલમાં જીવી રહ્યાં હતાં. લગ્ન પ્રસંગને લઇને તેમના ત્યાં સગા-સંબંધીઓની અવરજવર રહેતી હતી. ત્યારે ઘટનાને પગલે સુખી પરિવાર ભુંજાઈને મોતને ભેટ્યો હતો. મહેઝબીન જહોનીસબર્ગમાં હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં દીવા ગામમાં રહેતા માંજરા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરિવારના આક્રંદે વાતાવરણને ગમગીન બનાવી દીધું હતું.
ભરૂચ: અંકલેશ્વર તાલુકાના જુના દિવા ગામના વતની અને આફ્રિકાના મોરીટઝબર્ગમાં સ્થાયી થયેલા માંજરા પરિવારના પાંચ સભ્યોના શંકાસ્પદ મોતની ઘટનામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. ગુરૂવારે માંજરા દંપતિ તેમની પુત્ર અને પુત્રી તથા અન્ય એક મહિલા સહિત પાંચ લોકોના મૃતદેહ સળગી ગયેલા મકાનમાંથી મળી આવ્યાં હતા. આ ઘટના પહેલા પરિવારમાં મોટી દિકરીના આઠ દિવસ પહેલા જ લગ્ન થયા હતા. આ લગ્નની તસવીરો સામે આવી છે જેમાં મોતને ભેટેલા પિતા ખુશખુશાલમાં દેખાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -