✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેન્દ્રની કેશલેસ સ્કીમમાં ગુજરાતના વધુ એક યુવાનને લાગી લોટરી, જાણો મળ્યું કેટલું ઈનામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2017 12:28 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સુરતનાં એક યુવાનને રૂપિયા 10 હજારનું ઈનામ લાગ્યું હતું. સુરતમાં રહેતા લક્ષ્મણ કનુભાઇ ગોંડલીયાએ 195 રૂપિયાના પેટ્રોલનું પેમેન્ટ કાર્ડથી કર્યું હતું. જેમાં યુવાનને લોટરી લાગી હોય તેમ 10 હજાર રૂપિયાનું ઈનામ મળ્યું હતું. લક્ષ્મણ અમરેલી સાવરકુંડલાના પિઠવડી ગામના વતની છે અને સુરતમાં જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત એમ.જી. શાહ ઉચ્ચતર માધ્યમિક શાળામાં વહીવટી કામકાજ સાથે જોડાયેલા છે.

2

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધા હું છેલ્લા કેટલાંક વર્ષોથી વાપરી રહ્યો છું. ભવિષ્યમાં શક્ય એટલી વધુ જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા પ્રયત્નશીલ રહીશ.

3

ઇનામ પર ખુશી વ્યક્ત કરતા અંકુર કાકડિયાએ જણાવ્યુ હતું કે, મોબાઈલ ઉપર મેસેજ આવતાં શરૂઆતમાં તો વિશ્વાસ બેઠો નહોતો, પરંતુ બેન્ક એકાઉન્ટમાં તપાસ કરતાં રૂપિયા 5000 જમા થયા હોવાની ખાતરી થઈ હતી.

4

વડોદરાઃ ઓનલાઈન બેન્કિંગ સુવિધાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર દ્ધારા ભીમ એપ લોન્ચ કરી છે. સરકાર દ્વારા આ સુવિધાને વધુ લોકપ્રિય કરવા માટે કેટલીક ઈનામી યોજનાઓ જાહેર કરી છે. વડોદરાનો એક યુવક ઓનલાઇન ટ્રાઝેક્શન બદલ ઇનામ મેળવનારો ગુજરાતનો બીજો યુવક બન્યો હતો. આ અગાઉ સુરતના એક યુવાનને ઇનામ મળ્યુ હતું.

5

ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 100થી લઈને 3000 હજાર સુધીની મર્યાદામાં ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરનારા નાગરિકોને ડ્રોમાં સામેલ કરવામાં આવતા હોય છે. વડોદરામાં રહેતા અને એલએન્‍ડ ટી કંપનીમાં નોકરી કરતા અંકુર કાકડિયાને યુપીઆઈ દ્વારા કરેલા નાણાકીય વ્યવહારો બદલ રૂપિયા 5000નું ઈનામ લાગ્યું છે.

  • હોમ
  • વડોદરા
  • કેન્દ્રની કેશલેસ સ્કીમમાં ગુજરાતના વધુ એક યુવાનને લાગી લોટરી, જાણો મળ્યું કેટલું ઈનામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.