વડોદરાની બે બ્લડ બેંકની બેદરકારી આવી સામે, 13 દર્દીઓને HIV, હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવી દેવાયું
સુરક્તમ્ બ્લડ બેન્કે 5 દર્દીને હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવ્યું હતું. આ રિપોર્ટમાં કાનૂની પગલાં લેવાની ભલામણ કરવામાં આવી હોવા છતા વિભાગે લાઇસન્સ રદ કરીને બ્લડ બેન્ક તાકીદે બંધ કરાવવાને બદલે માત્ર શો-કૉઝ નોટિસ ફટકારી કામચલાઉ ધોરણે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બંને વિભાગના અધિકારીઓ દ્વારા 25-26 ઑક્ટોબર 2016માં 6 બ્લડ બેન્કનું રૂટીન ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં ઇન્દુ વોલેન્ટરી અને સુરક્તમ્ બ્લડ બેન્કની બેદરકારી બહાર આવી હતી. બંને બ્લડ બેન્કમાંથી તપાસ કર્યા વિના જ 7 સ્ત્રી અને 8 પુરુષ મળી કુલ 15 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને સી પૉઝિટિવના ચેપવાળું લોહી આપી દેવાયાનો ઉલ્લેખ કરાયો છે.
ગત ઓક્ટોબર મહિનામાં સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસઓ) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વડોદરાના અધિકારીઓ દ્વારા સંયુક્ત ઇન્સ્પેક્શન કરાયું હતું. આ ઇન્સ્પેક્શન પછી આવેલા રિપોર્ટમાં ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્કે 7 દર્દીને હિપેટાઇટીસ-સી અને 3ને HIV પૉઝિટિવના ચેપવાળું લોહી ચડાવી દીધું હોવાનું સામે આવ્યું છે.
વડોદરાઃ વડોદરાની બે બ્લડ બેંકની બેદરકારીને કારણે 13 દર્દીઓને HIV, હિપેટાઇટીસના ચેપવાળું લોહી ચડાવી દેવામાં આવતાં હોબાળો મચી ગયો છે. વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ 13 દર્દીને એચઆઇવી પૉઝિટિવ, હિપેટાઇટીસ બી અને હિપેટાઇટીસ-સીના ચેપવાળું લોહી આપી દીધું હતું. નોંધનીય છે કે, અગાઉ જૂનાગઢમાં 23 બાળકને એચઆઇવી પૉઝિટિવનું ચેપી લોહી ચડાવી દેવામાં આવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -