વડોદરાઃ યુવક પડ્યો ભાઈની સાળીના પ્રેમમાં, જાણો પછી શું આવ્યો કરુણ અંજામ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગત રાત્રીના કુતરાએ ફાડી ખાધેલી હાલતમાં તેઓના મૃતદેહો મળી આવ્યા હતા. યુવક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, ચાણસદ ગામે વણકરવાસમાં રહેતા ભાઈલાલ પરમારને મૂળ ચાણસદની કપિલાબેન રાઠોડ સાથે પ્રેમસંબંધ હતો. કપિલાના વાછરા તાલુકાના રોઝાટંકારીયા ગામે લગ્ન કરવામાં આવ્યા હતા. કપિલા ભાઈલાલ પરમારના ભાઈ કિશોરભાઈની સાળી હોવાનું બહાર આવ્યું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામની હાઇસ્કૂલની પાછળ આવેલી ગૌશાળાની ખુલ્લી જગ્યામાં બે લાશો પડી હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ કરતા ખ્યાલ આવ્યો કે યુવક યુવતીને લાશોને કુતરાં ફાડી ખાતા હતાં. પોલીસને મૃતદેહ પાસેથી ઝેરી દવાની બોટલ અને સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં યુવકે લખ્યું હતું કે, 3 મહિના પછી મને ખબર પડી કે તે મને દગો કરે છે. મારી સાથે પ્યારનું નાટક કરે છે. યુવકે નોટમાં લખેલું લખાણ અનેક સવાલો ઉભા કરે છે. આ મામલે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
વડોદરાઃ પાદરા તાલુકાના ચાણસદ સામે એક અપરિણીત યુવક અને પરિણીત યુવતીએ પ્રેમમાં આત્મહત્યા કરી દેતા ચકચાર મચી ગઇ છે. બંન્ને પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. બંન્નેના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -