વડોદરાઃ રાજકારણીના મર્ડર પરથી ફિલ્મ બનાવનારને કોંગ્રેસના ક્યા નેતાએ આપી ધમકી? જાણો વિગત
વડોદરા: શહેરના પૂર્વ કોર્પોરેટર પ્રફુલ્લગીરી ગોસ્વામીના રહસ્યમય મોતની ઘટના પર કારેલીબાગના પ્રોડ્યુસર નિલેશ પટણીએ 'ગીરી-અ-પોલિટીકલ મર્ડર' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. જોકે, આ ફિલ્મની જાહેરાતના ગણતરીના દિવસોમાં જ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અનુજ પટેલે ફોન કરીને ગર્ભિત ધમકી આપી હોવાની નિલેશ પટણીએ પોલીસ કમિશ્નરને અરજી આપતાં ખળભળાટ મચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, અનુજ પટેલે જણાવ્યું હતું કે, લિફ્ટના મેઇન્ટેનન્સ માટે નેહલ પટણીને કોલ કરવા ગયો, પણ નિલેશ પટણીને લાગી ગયો હતો. તેના મિત્ર દક્ષેશ શાહે મને જણાવ્યું કે અમે પ્રફુલ્લગીરી પર ફિલ્મ બનાવી રહ્યા છીએ અમને પૈસા આપો. મેં કોઇ ધાકધમકી આપી નથી. તેમની દલીલ છે કે, કોઈ વ્યક્તિ પોતાના મોબાઇલ પરથી કેમ ધમકી આપે? તેમણે પોલીસ બોલાવશે, તો જવાબ આપવા જશે, તેમ પણ જણાવ્યું હતું.
પટણીએ અરજીમાં જણાવ્યું છે કે, ગત સપ્તાહમાં અમે 'ગીરી-અ-પોલિટીકલ મર્ડર' મૂવી બનાવવાની જાહેરાત કરી હતી. જેના કારણે અમને ગર્ભિત ધમકી મળવાનું ચાલુ થયું છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, 12 એપ્રિલે સાંજે મોબાઇલ પર કોલ આવ્યો હતો અને અનુજ પટેલ બોલું છું તેમ જણાવ્યું હતું. તેમણે અરજીમાં લખ્યું છે કે, મને અથવા મારા પરિવારને કંઇ પણ થાય તો તેની જવાબદારી ગર્ભિત ધમકી આપનારની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -