વડોદરાઃ મુસ્લિમ યુવકે દસમાની વિદ્યાર્થીનીને બ્લેકમેઈલ કરીને વારંવાર બાંધ્યા સેક્સ સંબંધ, પછી શું થયું?
ગોત્રી પોલીસ સ્ટેશનના ઇનચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચરનાર યુવક સિવિલ ડિફેન્સમાં ફરજ બજાવે છે. તેની ધરપકડ કરી મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ યુવકને હાલ જેલમાં મોકલી આપ્યો છે. યુવકે વિદ્યાર્થિનીના પાડેલા ફોટા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા: સિવિલ ડિફેન્સના જવાને ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફરવા લઈ જઈ તેના ફોટા પાડ્યા હતા. ફોટા બતાવવાની ધમકી આપી છોકરીને તે હોટલમાં લઈ જતો અને વારંવાર સેક્સ સંબંધ બાંધ્યા હતા. આ અત્યાચારથી કંટાળેલી છોકરીએ પિતાને વાત કરતાં તેમની ફરિયાદના આધારે જવાનની ધરપકડ કરાઈ છે.
અકોટા વિસ્તારમાં રહેતા રહીશની 16 વર્ષીય પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીને અકોટા પોલીસ લાઇન સામે રહેતા અને સિવિલ ડિફેન્સમાં કાર્યરત આબીદ મુસ્તાક શેખે પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. તે વિદ્યાર્થિનીને સિંધરોટ સહિત જુદી જુદી જગ્યાએ લઇ જતો અને પોતાની સાથે તેના ફોટા પડાવ્યા હતા.
આ યુવકે આ ફોટા વાયરલ કરી દેવાની તેમજ તેનાં માતા પિતા અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી હતી. આ રીતે ધમકી આપીને તે ત્રણ મહિના પહેલાં છોકરીને અલકાપુરીની સંપતરાવ કોલોનીમાં આવેલી હોટલ રોયલમાં લઇ ગયો હતો. ત્યાં તેણે છોકરી સાથે સેક્સ સંબંધ બાંધ્યા હતા.
આ પછી તે વારંવાર છોકરીને હોટલમાં લઈ જતો અને પોતાની હવસ સંતોષતો હતો. છોકરી આ બધાથી કંટાળતાં છેવટે તેણે પિતાને વાત કરી હતી. વિદ્યાર્થિનીના પિતાએ તરત જ આ ઘટના અંગે ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.