વડોદરાઃ પતિના બે યુવતીઓ સાથે સેક્સ સંબંધ, મામલો કઈ રીતે પોલીસમાં પહોંચ્યો ? જાણો
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પતિએ તેની બે ગર્લફ્રેન્ડસ સાથેનો સબંધ નહીં તોડુ તેમ જણાવી છૂટાછેડાની માંગણી કરી હતી. પોલીસને પરિણીતાએ દવા પીતા પહેલાં લખેલી સૂસાઇડ નોટ પણ મળી હતી. ચિઠ્ઠીમાં જણાવ્યું હતું કે, મેં જે કર્યુ છે તે ભૌમિક પટેલ, ની મમ્મી અને તેની ગર્લફ્રેન્ડસના લીધે કર્યુ છે.
વડોદરાઃ શહેરના વાડી ભાટવાડામાં રહેતી એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ ઝેરી દવા પીતા પહેલા એક ચિઠ્ઠી લખી હતી. આ ચિઠ્ઠીમાં તેણે પોતાના પતિને અન્ય બે યુવતોઓ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનો ધડાકો કર્યો છે. તેમજ આ કારણથી તે આપઘાત કરવા જઈ રહી હોવાનું જણાવ્યું છે. ત્યારે પોલીસે બચી ગયેલી પરિણીતાની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અન્વીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના અને ભૌમિકના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિએ તેને શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. એટલું જ નહીં, જાતિવિષયક અપમાનજનક શબ્દો પણ બોલતો હતો. ઉપરાંત સાસુએ પણ પોતાના પુત્રનું ઉપરાણું લઇને લાફો માર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે.
પરિણીતાએ ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું છે કે, મને કંઇ પણ થાય તો લોકોને છોડતા નહી. હજું મને ડિવોર્સ આપ્યા નથી તેમ છતાં પણ બીજી એક છોકરી સાથે બોલતો થઇ ગયો છે.મને હવે છોડવાનું કહે છે.એ લોકોને છોડતા નહી.
આ અંગેની વિગત એવી છે કે, વાડી ભાટવાડામાં રહેતી અન્વી પટેલ(ઉ.વ.22)એ ગત સમોવારે સાંજે પિયરમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તે બચી ગઈ હતી. અન્વીએ પતિ ભૌમિક પટેલ, સાસુ અને ભૌમિકની બે ગર્લફ્રેન્ડ સામે ફરિયાદ નોંધાવી છે.