આ છે કૃણાલ પંડ્યાની ગર્લફ્રેન્ડ, જાણો બંને ક્યારે કરવાનાં છે લગ્ન?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ કૃણાલ માટે પ્રાથમિકતા ક્રિકેટ છે. તે ક્રિકેટ પર વધું ધ્યાન આપી રહ્યો છે. જ્યારે કૃણાલના નજીકના સૂત્રોનું કહેવું છે કે, વાત ખૂબ આગળ વધી ગઈ છે. વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાંં....
પંખુડી શર્માએ આઇપીએલની મુંબઈની તમામ મેચોમાં ખાસ હાજરી આપી હતી. હાર્દિકના પિતાએ વધુમાં કહ્યું હતું કે, 'બંને છેલ્લા સાત મહિનાથી એકબીજાના પરિચયમાં છે.
લગ્ન અંગે કૃણાલના પિતાએ ગુજરાતી અખબારને જણાવ્યું હતું કે, બન્નેની સહમતી હશે તો લગ્ન બાબતે પરિવાર વિચારશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રમાયેલી IPLમાં વિજયી બનેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને આપવામાં આવેલી ટ્રોફી સાથે કૃણાલની ફ્રેન્ડ પંખુડીની તસવીર પણ સામે આવતાં બન્ને વચ્ચેના સંબંધો વધુ ચર્ચાસ્પદ બન્યા હતા.
કૃણાલ પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મારા પ્રદર્શનથી ખુશ છું. મેં જે પ્રમાણે તૈયારી કરી હતી એ પ્રમાણે મેચમાં મારૂં પર્ફોર્મન્સ રહ્યું છે. ફાઈનલ મેચમાં પ્રેસર હતું, પરંતુ તેની વચ્ચે પણ મેદાનમાં રહી ટીમને વિજયી બનાવી. પંખુડી સાથે મિત્રતા છે પણ એ અમારો અંગત પ્રશ્ન છે. અમે લગ્ન કરશું તો ચોક્કસ બધાને જાણ કરીશું.
વડોદરાઃ IPL-10માં મુંબઈ ઇન્ડિયન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વનો ફાળો આપનાર કૃણાલ પંડ્યા તેની ફેશન ડિઝાઈનર મિત્ર પંખુડી શર્મા સાથેના સંબંધો હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન બાદ ગુરુવારે કૃણાલ પંડ્યા વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચતા ચાકતો અને તેના માતા-પિતાએ સ્વાગત કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -