વડોદરાઃ ત્રણ વર્ષના સેક્સસંબંધોનો અંત લાવનારી યુવતી સાથે પ્રેમીએ શું કર્યું? જાણો
વડોદરાઃ છેલ્લા 3 વર્ષથી ચાલતા લીવ એન્ડ રિલેશનશિપમાં રહેતી પ્રેમિકાએ પ્રેમી સાથેના સંબંધોનો અંત આણતાં ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકા પર ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. પ્રેમિકાને ડાબા પગમાં ગોળી વાગતા તેને લોહીલુહાણ હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ફાયરિંગ બાદ આરોપી પ્રેમી ફરાર થઇ ગયો છે. તેણે ગોળી મારી ત્યારે પ્રેમિકાના પરિવારજનો પણ હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સત્યનારાયણ નગરમાં રહેલી રેશમાબેન કેશવરામ રાજભર (ઉં.વ.37)ના 2006માં લગ્ન થયા હતા અને ટૂંક સમયમાં જ છુટાછેડા થયા હતા. રેશમા પોતાની દીકરી નિલમ (ઉં.વ.17) સાથે છેલ્લા 3 વર્ષથી અંકલેશ્વરમાં રહેતા અને કોન્ટ્રાક્ટર તરીકેનો વ્યવસાય કરતા જીતેન્દ્ર સિંહ (ઉં.વ.45) સાથે લીવ એન્ડ રિલેશનમાં રહેતી હતી.
આ બનાવની જાણ પોલીસને થતાં તુરંત જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આ કેસની વિગતો મેળવીને તપાસ શરૂ કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી ફૂટેલા કારતૂસ મળી આવ્યા છે. જે પોલીસે કબજે કરી ફરાર થઇ ગયેલા આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આથી જીતેન્દ્રએ તેણે મારી નાંખવાની અથવા પોતે મરી જવાની ધમકી આપી હતી. જતી વખતે તારૂ ટીવી, તિજોરી અને પલંગ સહિતનો સામાન લઇને મંગળવારે સવારે આવીશ, તેમ કહીને જતો રહ્યો હતો. આ પછી આજે સવારે 9 વાગ્યે રેશમા પરિવાર સાથે ઘરમાં હતી, ત્યારે જીતેન્દ્ર બાઇક લઇને આવ્યો હતો. તેણે ટીવી સહિતનો ટેમ્પોમાં આવે છે, તેમ કહી રેશમાને ફરી એકવાર સાથે આવવા દબાણ કર્યું હતું.
આને લઈને બંને વચ્ચે ચર્ચા ચાલતી હતી. પરંતુ રેશમાએ સંબંધ રાખવાનો અને સાથે આવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આ સમયે રેશમાની દીકરી નિલમ, મમ્મી પાર્વતીબહેન, ભાભી મીનાબહેન અને બહેન સીતા હાજર હતા. ત્યારે જીતેન્દ્રએ પોતાની પાસેની રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરીંગ કરીને ફરાર થઇ ગયો હતો. જેને કારણે રેશમાને ડાબા પગે ગોળી વાગતાં તે લોહીલૂહાણ થઈ ગઈ હતી.
ફાયરિંગ થતાં જ દીકરી, મમ્મી અને ભાભી ચીસ પાડી ઉઠ્યા હતા. ફાયરીંગનો અવાજ સાંભળી પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. જોકે, જીતેન્દ્ર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ રેશમાના પગમાં ગોળી વાગતા લોહીનું ખાબોચિયું ભરાઇ ગયું હતું. તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.
જીતેન્દ્ર સિંહના અમાનુષી અત્યાચારથી કંટાળેલા રેશમાબેન પોતાની 17 વર્ષની દીકરી નિલમને લઇને ગત 27 એપ્રિલે વડોદરા પિયરમાં આવી ગયા હતા. પિયર આવી ગયા બાદ જીતેન્દ્ર અનેકવાર રેશમાને ફરીથી સાથે લઇ જવા માટે આવતો હતો. પરંતુ રેશમા જવા માટે તૈયાર ન હતી. બે દિવસ પહેલા પણ જીતેન્દ્ર રેશમાને લઇ જવા માટે આવ્યો હતો. જોકે, રેશમાએ સબંધ રાખવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દિધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -