વડોદરાઃ મગરને માત આપીને મોતના મુખમાંથી કઈ રીતે પાછી આવી યુવતી? જાણો
મગરનો હુમલો થતાં જ વિદ્યાએ બુમાબુમ કરી હતી. જોકે, પછી વિદ્યાએ હિમ્મત ભેગી કરીને મગરના મોઢા અને આંખ પર મુક્કા મારવાના શરૂ કરી દીધા હતા. જેને કારણે મગર ડરી ગયો હતો અને પગ છોડી દીધો હતો. જેનો લાભ લઈને યુવતી ઝડપથી બહાર આવી ગઈ હતી. આ સમયે બુમાબુમ સાંભળીને તેને બહેન સુધા તેની મદદે દોડી આવી હતી. જોકે, આ પહેલા વિદ્યા મગરથી બચી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગેની વિગતો એવી છે કે, વિરોદ નવી નગરી ખાતે રહેતા વિદ્યાબેન રાઠોડીયા કાકાની દીકરી સુધા સાથે લાકડા કાપવા સીમમાં ગયા હતા. દરમિયાન તરસ લાગતાં વિદ્યાબેન નજીકમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા માટે નીચે ઉતર્યાં હતાં. જ્યારે તેમની બહેન નદીના ભાઠા ઉપર હતી. આ સમયે નદીમાંથી મગરે અચાનક વિદ્યાબહેન પર હુમલો કરી તેમના પગે બચકું ભરી નદીમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
મગરના હુમલાને કારણે વિદ્યાબેનને પગે ઇજા થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટના ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.
વડોદરા: વિરોદ ગામે વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા ગયેલી યુવતી પર મગરે અચાનક હુમલો કરી દીધો હતો અને પછી તેનો પગ પકડીને પાણીમાં ખેંચી જવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં તો યુવતી ડરી ગઈ હતી અને બુમાબુમ કરી મૂકી હતી. પરંતુ પછી હિમ્મત ભેગી કરીને મગર સામે બાથ ભીડી હતી અને મોતના મોઢામાંથી બહાર આવી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -