વડોદરાઃ સગીરાની છેડતી કરતાં લોકો ભડક્યા, આધેડને નગ્ન કરીને ફટકાર્યો ને પછી કાઢ્યો વરઘોડો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઘટનામાં એવી પણ ચર્ચા છે કે, બંને વચ્ચે પ્રેમપ્રકરણ પણ હોઇ શકે છે. આ આધેડને આખી રાત નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધી દીધો હોવાનું પણ જાણવા મળી રહ્યો છે. આ ઘટના પાંચ દિવસ પહેલા બની હોવાનું કહેવાય રહ્યું છે. આ ઘટના અંગે પોલીસ પણ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરાઃ કરજણ તાલુકાના એક ગામમાં સગીરાની છેડતી કરનાર આધેડને લોકોએ નગ્ન કરીને ફટકાર્યો હતો. એટલું જ નહીં, તેને નગ્ન હાલતમાં જ આખા ગામમાં ફેરવ્યો હતો. આ ઘટનાના ફોટોગ્રાફ વાયરલ થતાં સમગ્ર કરજણ તાલુકામાં ભારે ચર્ચા જાગી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કરજણ તાલુકાના ગામમાં આધેડે આદિવાસી સગીરાની છેડતી કરી હતી. ગામ લોકોના ધ્યાને આ વાત આવતાં આધેડને જાહેરમાં જ નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. એટલું ઓછું હોય તેમ ઘા પર મીઠું ભભરાવવામાં આવ્યું હતું. આ પછી આધેડને દોરડાથી બાંધીને નગ્ન હાલતમાં જ આખા ગામમાં ફેરવવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -