ડોક્ટરના સેક્સ ક્લિપમાં દેખાતી યુવતીઓના ઘરે પોલીસ તપાસ માટે ગઈ ત્યાં શું થયું, જાણો વિગત
પરંતુ બન્ને સ્થળેથી પોલીસને ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. જ્યારે બીજી તરફ પોલીસની એક ટીમ દ્વારા અનગઢ ગામમાં પણ અન્ય ભોગ બનનાર લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
તેમજ ડો. પ્રતિક શાહની સાસરી ગાંધીનગર સ્થિત વૃંદાવન સોસાયટીમાં હોવાની પણ પોલીસને જાણ થઇ હતી. પોલીસની બે જુદી-જુદી ટીમો બનાવી પ્રતિક જોષીના વતન મહિસાગર જિલ્લાના વેલણવાળા ગામ અને ગાંધીનગરના સરનામે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે તપાસ કરતાં ડોક્ટર તેના પિતા સાથે પંચમહાલ સ્થિત નિવાસસ્થાને હોવાનું જાણવા મળતાં ડોક્ટરના પિતાનો ફોન સર્વેલન્સ પર મૂકવામાં આવ્યો હતો. બુધવારે તેના પિતાનો ફોન 15 સેકન્ડ માટે ચાલુ થતાં મહિસાગર જિલ્લાના વેલણવાળા ગામનું લાસ્ટ લોકેશન પોલીસને મળી આવ્યું હતું.
પોલીસે અનગઢ ગામના વાયરલ થયેલા સેક્સ વીડિયો મામલે અત્યાર સુધી 20 લોકોનાં નિવેદનો લઇ વધુ તપાસ હાથ ધરી છે. મહિલા દર્દીઓ સાથે કામલીલા આચરનાર ડો. પ્રતિક જોષીને ધરપકડ કરવા પોલીસે ધમપછાડા શરૂ કર્યા છે. પરંતુ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડોક્ટરનો હજી સુધી કોઇ પત્તો મળ્યો નથી.
તેમજ ગાંધીનગર સ્થિત ડોક્ટરની સાસરીમાં પણ પોલીસે તપાસ હાથ ધરતાં બન્ને સ્થળે તાળું જોવા મળ્યાં હતાં. જ્યારે ડોક્ટરના પરિવાર અને પત્ની સહિત તમામના ફોન નંબરોની તપાસ કરતાં બંધ હોવાનું જાણવા મળ્યું છે.
અનગઢ ગામના ડો. પ્રતિક જોષીએ મહિલા દર્દીઓ સાથે આચરેલી કામલીલાની વીડિયો વાયરલ થતાં તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી નંદેસરી પોલીસે ડોક્ટરની શોધખોળ શરી કરી છે. ડોક્ટર તેના પિતા સાથે તેમના વતનમાં હોવાનું પોલીસને જાણવા મળતાં મહિસાગર જિલ્લાના વેલણવાળા ગામમાં પોલીસે દરોડા પાડ્યા હતા.
ત્યારબાદ પોલીસે ગામમાં અન્ય ભોગ બનનાર મહિલા દર્દીઓની પણ તપાસ શરૂ કરી છે. પરંતુ જ્યારે પણ પોલીસ કોઈ ભોગ બનનાર મહિલાના ઘરે પહોંચે છે ત્યારે તેઓ બહાર ગામ ગયા છે તેવો જવાબ પોલીસને મળે છે. જેના કારણે પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ ગઈ છે.
વડોદરાઃ વડોદરા પાસે આવેલા અનગઢ ગામમાં ડો. પ્રતિક જોષીએ મહિલા દર્દીઓ સાથે શારીરિક સંબંધ બાધ્યા હતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ વીડિયો ક્લિપ કમ્પાઉન્ડર અને તેના મિત્રોએ વાયરલ કરતાં એક ભોગ બનનાર મહિલાએ નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી.