ડોક્ટર પ્રતિક જોશીની કામલીલાનો વીડિયો વાયરલ કરનાર ગોપાલ જાડેજાની ધરપકડ, જાણો વિગત
આ ડૉક્ટરે અનગઢ ગામની 40 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાતે વેગ પકડી હતી, જેમાંથી 7થી વધુ મહિલા દર્દીઓ સાથેના 25 વીડિયો વાયરલ થયા હતાં. હવે ગામની જ એક મહિલાએ લપંટ ડૉક્ટર સામે ફરિયાદ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો.
અનગઢના ડે.સરપંચ મહેન્દ્ર ગોહિલ, જશવંત ઊર્ફે ટીકો, ઈકબાલ, ગોપાલ અને ઈબ્રાહિમ સહિતના આરોપીઓએ ડોક્ટરને નગ્ન કરી સોફા પર ઊંધો સુવડાવી માર માર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ ડોક્ટર પાસેથી ખંડણી પેટે રૂ. 5 લાખ વસૂલ્યા હતા.
આ કેસમાં નંદેસરી પોલીસ સમક્ષ વધુ એક આરોપી ગોપાલસિંહ જાડેજાએ શરણાગતિ સ્વીકારી લેતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં સૂત્રધાર જશવંતસિંહ ઊર્ફે ટીકો ગોહિલ, ઈકબાલ અને ફાર્મનો માલિક ઈબ્રાહિમ હજુ ફરાર છે.
અનગઢના લંપટ ડો. પ્રતીક જોશીની સેક્સ માણતી વીડિયો ક્લિપ કમ્પાઉન્ડર દિલીપ હરીભાઈ ગોહિલે ઊતારી હતી. આ ક્લિપ દિલીપે તેના સાગરિતોને આપી હતી. જેને લઈ તેમણે ડોક્ટરને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. તા.22 ફેબ્રુઆરીએ આરોપી ગોપાલસિંહ જાડેજા એક ભાઈ બીમાર છે તેને તપાસવાના છે, તેમ કહી ડોક્ટરને માજી ડેપ્યુટી સરપંચ ઈબ્રાહિમના ધનોરામાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયો હતો.
વડોદરા: અનગઢમાંથી દર્દીને ચેક કરવાના બહાને હવસખોર ડો. પ્રતીક જોશીનું અપહરણ કરીને માજી ડેપ્યુટી સરપંચના ફાર્મહાઉસમાં ગોંધી રાખીને રૂ. 5 લાખની ખંડણી વસૂલવાના કેસમાં ખંડણીખોર ગોપાલસિંહ જાડેજા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ગોપાલે ડોક્ટરના પર્સમાંથી રૂ. 10,960 પણ કાઢી લીધા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -