એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની પર રેગિંગઃ 4 સીનિયર મારા પર આવી ગયા ને મારાં અંગોને અશ્લીલ રીતે સ્પર્શ કર્યો
વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે કે ચાર સીનિયર વિદ્યાર્થીઓએ પોતાનું રેગિંગ કરીને અસભ્ય વર્તન કર્યું હતું અને ધમકી આપીને ચૂપ રહેવા કહેવાયું હતું. વિદ્યાર્થિનીએ પોતાની સાથે સહન ન કરી શકાય તથા યુવતી સાથે શોભે નહીં તેવું અણછાજતું વર્તન કર્યોનો આક્ષેપ કર્યો છે.
વડોદરાઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સના સિનિયર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થિનીનું પણ રેગિંગ કર્યું હોવાની વાત બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આ વિદ્યાર્થિનીએ ગુરૂવારે યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ અંગે લેખિતમાં ફરિયાદ આપી છે.
વિદ્યાર્થિનીની ફરિયાદ છે કે સિદ્ધાર્થ, ગૌરવ, વિષ્ણુ તથા અભિષેક નામના વિદ્યાર્થીઓએ તેને ઘેરીને તેની ઉપર આવી ગયા હતા. તેમણે યુવતીનાં અંગોને પણ અશ્લીલ રીતે સ્પર્શ કર્યો હતો અને તેને ધમકીઓ પણ આપવામાં આવી છે.
આ વિદ્યાર્થિની ઉપરાંત એમઆરઆઇડીમાં ભણતા દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસરના પુત્ર શુભાંશ દુબેએ પણ પોતાના પર સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાની ફરિયાદ શુભાંશે ગઇકાલે કરી હતી. આ અંગે યુનિવર્સિટીએ સત્ય શોધક સમિતિની રચના કરી છે.
યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પ્રો. રંજન સેન ગુપ્તાની કન્વીનરશિપ હેઠળ પ્રો. આર.સી.પટેલ, પ્રો. ઉમા ઐયર, પ્રો. સંજય જૈન, સિન્ડિકેટ સભ્યો અશ્વિન ચોરસી, જિગ્નેશ સોની, એસ.કુશવાહ, પી.પી.કાનાની તથા મયંક વ્યાસની તથ્યશોધક સમિતિની રચના કરવામાં આવી છે.