✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વડોદરાઃ પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2016 02:22 PM (IST)
1

વડોદરા:વાડી ભાટવાડામાં એક મહિલાએ હોસ્પિટલના છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી ગઈ છે. મહિલાને પોતાના પતિના મોતના સમાચાર સાંભળીને ખૂબ આઘાત લાગ્યો હતો અને આ આઘાત સહન ન કરી શકતા તેણે આ પગલું ભરી લીધું હતું. આ અંગેની મળતી માહિતી પ્રમાણે ગાભાના દાગીના બનાવતા 40 વર્ષિય વિનાયક માંડલિયા વાડી ભાટવાડા વિસ્તારમાં આવેલી શિવાજીકૃપા બિલ્ડિંગ રહેતા હતા. સોમવારે સવારે તેઓ પોતાની દુકાન ગયા હતા, ત્યારે તેમને એટેક આવ્યો હતો. જેમને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું.

2

સોમવારે માંડવીના શ્રીનાથ ચેમ્બર ખાતે આવેલી પોતાની દુકાન ગયા પછી તેઓ મોડી રાત સુધી ઘરે પરત આવ્યા નહોતા. જેથી તેમના ભાઈ હેમકુંજ માંડલિયા રાત્રે દસ વાગ્યે દુકાને ગયા હતાં. જ્યાં વિનાયકભાઇ બેભાન અવસ્થામા હતા. આથી તેમને શહેરની જમનાભાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરાયા હતાં. બીજી તરફ હોસ્પિટલમાં સાસુની સારવાર કરી રહેલા વિનાયકભાઈના પત્ની પ્રીતિબેનને પતિના મોતના સમાચાર મળતા તેમણે છઠ્ઠા માળેથી કુદી આત્મહત્યા કરી હતી. હાલ પતિ-પત્ની બંનેના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

3

નોંધનીય છે કે, વિનાયકભાઇના માતા જશુબેનને શ્વાસની બીમારી હોવાથી તેમને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં અને તેમને ત્યા છઠ્ઠા માળે દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન મોડી રાત્રે પતિનું અવસાન થતાં તેમના પરિવારજનો તેમને અને જસુબેનને લેવા માટે ગોત્રી હોસ્પિટલ દોડી ગયા હતાં. જ્યાં પ્રીતિબેનને પતિનું મોત થયાની જાણ થઇ ગઇ હતી અને પરિવારજનો જસુબેનને લઇને નીચે પહોંચ્યા ત્યારે છઠ્ઠા માળેથી પ્રીતિબેને કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. હૃદયરોગના હુમલાથી મોતને ભેટનાર વિનાયકભાઇ અને તેમની પાછળ મોતને વ્હાલુ કરનાર પ્રીતિબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર અને 17 વર્ષીય પુત્રી ધ્રુવી છે. આ બંને બાળકો અભ્યાસ કરે છે.

  • હોમ
  • વડોદરા
  • વડોદરાઃ પતિના મોતના સમાચાર સાંભળી પત્નીએ છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.