વડોદરાઃ યુવતીએ લગ્નના એક મહિના પહેલાં જ કેમ કરી લીધી આત્મહત્યા? શું છે કારણ?
ગત ગુરુવારે મોનિકાના માતા-પિતા ફૂલ સ્ટોર પર ગયા હતા. આ સમયે મોનિકાએ પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. મોનિકાને તેના પિતાએ ફૂલ લેવા જતાં પહેલા ફૂલ સ્ટોર પર જવાનું કહ્યું હતું. આ પછી તેઓ ફૂલ સ્ટોર પર ચાલ્યા ગયા હતા. તેમના ગયા પછી પાડોશીઓએ તેમની દીકરીએ ગળેફાંસો ખાધો હોવાની જાણ કરતાં તેઓ ઘરે દોડી આવ્યા હતા અને દરવાજો તોડી દીકરીને નીચે ઉતારી હતી. આ પછી પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે પરિવાર પાસેથી મળતી માહિતી પ્રમાણએ મોનિકા લગ્નથી ખૂબ ખૂશ હતી. તેમણે મોનિકાની પસંદગી પ્રમાણે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. જોકે, મોનિકાએ આ પગલું કેમ ભર્યું તે અંગે પરિવાર પણ અજાણ છે. પરિવાર દીકરીને સાસરે વળાવવા ખૂબ ઉત્સુક હતો, પરંતુ તેણે અચાનક આ પગલું ભરતાં પરિવાર ભાંગી પડ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, માંજલપુર વિસ્તારમાં આવેલા અલવાનાકા કોતર તલાવડી પૈસા કનૈયાલાલ માળીનો પરિવાર રહે છે. પરિવારમાં પત્ની કલીબેન, બે દીકરીઓ મોનિક, ભૂમિકા અને પુત્ર વિનાયક છે. ફૂલોનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં કનૈયાલાલની મોટી દીકરી મોનિકાના લગ્ન શહેરના ગણેશનગરમાં રહેતા અને ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરતાં બીપીન માળી સાથે નક્કી થયા હતા. તેમજ આગામી ડિસેમ્બર મહિનામાં બંનેના લગ્ન થવાના હતા. જોકે, આ લગ્ન પહેલા ગુરુવારે રાતે ઓઢણીથી પંખે લટકી ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઈ છે.
વડોદરાઃ શહેરના માંજલપુરની એક યુવતીએ લગ્નના એક મહિના પહેલાં જ પોતાના ઘરમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ દીકરીની ડોલી નીકળે તે પહેલાં જ અર્થી ઉઠતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સયાજી હોસ્પિટલમાં દીકરીનો મૃતદેહ લેવા આવેલા પરિવાર ભાંગી પડ્યો હતો. ત્યારે આ યુવતીએ લગ્નના એક મહિના પહેલાં સૂસાઇડ કરી લેતાં તેણે આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જોકે, પરિવાર દીકરી લગ્નથી ખૂશ હોવાનું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -