વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કામ પર સ્ટે મૂકી દેવાયો, NGTએ કેમ લીધો આવો નિર્ણય, જાણો
આટલું નહીં પણ કામગીરીથી ખેડૂતોની ખેતીલાયક જમીનો છીનવાઇ જવા સાથે ખેતી અને કુદરતી સંપત્તિઓને પણ મોટી નુકસાની પહોંચવા બાબતે ખોટું કરાતું હોય રીતની ગંભીર વાતે ગ્રીન ટ્રીબ્યુનલમાં થયેલી ફરિયાદથી કોર્ટનું ધ્યાન દોરતા કોર્ટે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે ની કામગીરી પર આગામી તારીખ 29-11- 2016 સુધી સ્ટે આપ્યો છે આટલુંજ નહીં પણ નેશનલ હાઇવે ઓથોરિટી ને તમામ કામગીરી રોકી દેવા નો પણ આદેશ કર્યો છે. ત્યારે આગામી 29-11-2016ના રોજ હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અંતિમ નિર્ણય કરશે જેમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી યથાવત રાખવી કે મંજૂરી રદ કરવી તે નક્કી કરાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App268 કિલોમીટર લાંબો અને 120 મીટર પહોળો મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવવામાં અંદાજિત 3500 હેકટરથી વધુ ખેતીલાયક જમીન કામે લેવાશે ત્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા અને વલસાડ આમ પાંચ જીલ્લાના 800 થી પણ વધુ ખેડૂતોને આની સીધી અસર પહોંચશે. ચોંકાવનારી બાબત મુજબ મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવવાની મંજૂરી મેળવવા માટે સરકારે ખોટું ચલાવવાની બાબતે કામગીરીથી સંપાદન કરેલી જમીન પરથી 30,000 જેટલા વૃક્ષો કપાશે એવું એક એફિડેવિટ રજૂ કરેલ જ્યારે હકીકત એ છે કે, નેશનલ હાઈવેની કામગીરીમાં 7 લાખથી વધુ ઝાડનું નિકંદન કરવામાં આવે તેમ છે.
વર્ષ 2010થી મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની હાથ ધરાયેલી કામગીરીમાં ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદન કરીને લેવાની કામગીરી કરવા સાથે સરકારે વર્ષ 2014માં રાખેલી જાહેર સુનાવણીમાં ખેડૂતો અને ખેડૂત સમાજે અનેક પ્રકારે વાંધા લેવા છતાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીને મંજૂરી આપી.
અગાઉ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કર્યાં બાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને મુંબઈ સુધી વિકસાવવાના કામને મંજૂરી અપાઈ હતી. આ માર્ગ મુંબઈના ધીસારથી વડોદરા સુધી 388 કિ.મી. લાંબો બનાવવાની વાત યોજના હતી. જોકે, હાલ પુરતી આ પ્રોજેક્ટ પર રોક લગાવી દેવાઈ છે.
વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે હંગામી સ્ટે આપી દીધો છે. આ અંગે ખેડુતોએ વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીનો મુદ્દો ઉઠાવીને NGTમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાઈવેના નિર્માણ પર હાલ પુરતો સ્ટે આપી દેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -