વડોદરાઃ બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનારી યુવતીએ આઠમાં માળેથી કૂદીને કર્યો આપઘાત. સુસાઈડ નોટમાં શું લખ્યું ?
આપઘાત કરતાં અગાઉ તેણે પતિને ફોન કરી ઘરમાં ઉપર સુકવેલાં કપડાં લઈ લેવા જણાવ્યું હતું. ગોત્રી પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગઇ હતી મૃતક યુવતી મૂળ મહુવાનાં વતની છે. બોરસદ તાલુકાના ઝારોલા ગામે તેમની સાસરી આવેલી છે. જ્યારે તેમનાં માતા-પિતા આણંદ ખાતે રહે છે. દૃષ્ટિએ આપઘાત કેમ કર્યો તે અંગે તપાસ ચાલુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા શહેરની મધર્સ સ્કૂલ પાસે મીરા સોસાયટીમાં રહેતા રોનક પટેલ અને તેમની પત્ની દૃષ્ટિ સેવાસી રોડ પર આવેલી કોલાબેરા કંપનીમાં સાથે નોકરી કરતાં હતાં. રોનક રિક્રૂટમેન્ટ વિભાગમાં અને દૃષ્ટિ એચઆર તરીકે ફરજ બજાવતાં હતાં. બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા. શનિવાર હોવાથી ઓફિસનો અડધો સ્ટાફ હાફ ડે હોવાથી જતો રહ્યો હતો. રોનકભાઇ પણ જતા રહ્યા હતા, ત્યારે દૃષ્ટિએ ઓફિસના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
વડોદરા:શહેરના ગોત્રી સેવાસી રોડ પર આવેલી કોલાબેરા કંપનીની કર્મચારી યુવતીએ ઓફિસ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકની ઓળખાણ દ્રષ્ટી સેવાસી તરીકે થઈ છે. દ્રષ્ટિએ સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, 'આઇ એમ ટાયર્ડ ફ્રોમ માય લાઇફ, સોરી કોલાબેરા'. ગોત્રી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -