વડોદરાઃ યુવતી પર પરપુરૂષ સાથે સેક્સ સંબંધનો આક્ષેપ મૂકી યુવકે ભર્યું આઘાતનજક પગલું, પુત્રીએ પણ આપ્યો સાથ
વડોદરાઃ એક આઘાતજનક ઘટનામાં પાદરા તાલુકાના મહુવડ ગામની યુવતીને તેની પુત્રીએ પકડી રાખી હતી અને પતિએ તેના પર કેરોસીન છાંટીને સળગાવી દઈને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ગંભીર હાલતમાં વડોદરાની સયાજી હોસ્પિટલમા દાખલ કરાઈ છે જ્યારે પુત્રી-પતિ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહુવડમાં રહેતી રમીલાબેન નામની યુવતી પોતાના ઘરે ચૂલો સળગાવી રસોઇ બનાવતી હતી એ વખતે તેના પતિ રંગીતભાઇ સાજાભાઇ ગોહીલે રમીલાબેન પર પરપુરૂષ સાથે સેક્સ સંબંધો રાખવાનો આક્ષેપ કર્યો હતો. રમીલાબેને પોતાના પર મૂકાયેલા આક્ષેપોનો ઈન્કાર કરતાં રંગીતભાઈ ગોહીલ ઉશ્કેરાઈ ગયા હતા.
કેરોસીને આગ પકડી લેતાં રમીલાબેને બૂમાબૂમ કરી મુકી હતી. આ સાંભળીને બાજુમાં રહેતા અરવિંદભાઇ તેમજ સરસ્વતીબેન આવ્યાં હતાં અને આગ બુઝાવી દીધી હતી. જો કે રમીલાબેન ગંભીર રીતે છાંતી-મોઢા, બન્ને હાથે પગે અને શરીરના ભાગે દાઝી જતાં ગંભીર હાલતમાં વડુની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
વડુના ડોક્ટરે તેમને મોટી હોસ્પિટલમાં ખસેડવાનું કહેતાં તુરંત વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. ગંભીર રીતે દાઝેલાં રમીલાબેનની વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે પત્નીની ફરિયાદના આધારે પતિ અને પુત્રી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
રંગીત ગોહિલે 'તુ અરવિંદ સાલમ ગોહિલ સાથે આડા સબંધ રાખે છે એટલે તને ઉપર પહોચાડી દઇશ' એમ કહી પાસે પડેલા ડબ્બાનું કેરોસીન રમીલાબેનની છાતી પર નાંખ્યું. એ વખતે પુત્રી હીના ત્યાં આવી પહોંચી હતી. હિનાએ માતાને પકડી લીધી હતી ને રંગીતે ચુલામાંથી સળગતું લાકડું લઇને રમીલાબહેન પર નાંખી દીધું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -