નલિયા દુષ્કર્મકાંડઃ 'ભાજપનું રાજ મહિલા તારાજ', વડોદરામાં લાગ્યા હોર્ડિંગ્સ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસમગ્ર શહેરમાં 10 જેટલા સ્થળોએ કોંગ્રેસે આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવ્યા છે. અને 20 દિવાલો પર પણ આ પ્રકારના જ લખાણ લખવામાં આવ્યા છે.
રાજ્યભરમાં આ પ્રકારના હોર્ડિંગ્સ લગાવાયા છે. જો કે હોર્ડિંગ્સમાં અમે ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો નથી. એક તરફ ભાજપ ગુજરાતની દીકરીઓ સેફ હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ભાજપના નેતાઓએ જ આવુ કૃત્ય આચર્યુ છે, તે ભાજપની વિચારધારાને છતી કરે છે. ગુજરાત માટે આ શરમજનક ઘટના છે.
હોર્ડિંગ્સ અંગે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું કે, ભાજપે મહિલાઓ અને ગુજરાતની જનતા પર કરેલા અત્યાચારોને લોકો સુધી પહોંચાડવા માટે અમે લોકોએ આ હોર્ડિંગ્સ લગાવ્યા છે.
જેમાં લખવામાં આવ્ય છે કે, 'ભાજપના કારનામા બોલે છે ભારતભરમાં નલિયાકાંડ ગાજે છે', 'બહેન દીકરીઓ ગુજરાતમાં સલામત છે? માત્ર જુઠ્ઠા પ્રચારની કરામત છે', 'ભાજપનું રાજ મહિલાઓ તારાજ', 'ગુજરાતની અસ્મિતા પર ભાજપનો બળાત્કાર, બહેન-દીકરીઓ પર કેવો દુરાચાર'. આ હોર્ડિંગ્સમાં નારી પરના અત્યાચારના વિરોધમાં નલિયાથી ગાંધીનગર બેટી બચાવો યાત્રામાં જોડાવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
નલિયા દુષ્કર્મકાંડ મામલે કોંગ્રેસ જોરશોરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ મામલે કોંગ્રેસ શાસક પક્ષ ભાજપને ભીંસમાં લેવાની એક પણ તક જતી કરવા માગતું નથી. દુષ્કર્મકાંડમાં ભાજપના જ નેતાઓની સંડોવણીને કારણે વડોદરા શહેરમાં ભાજપ વિરોધી હોંડિગ્સ લાગ્યા છે.
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનાર નલિયા દુષ્કર્માકાંડના પઘા હવે વડોદરા શહેરમાં પણ જોવા મળ્યા છે. વડોદરાના કારેલીબાગ, ગોત્રી રોડ, સયાજીગંજ અને માંજલપુર સહિતના વિસ્તારોમાં ભાજપ વિરોધી હોર્ડિંગ્સ લાગ્યા છે. આ હોર્ડિગ્સની ગાવવાની જવાબદારી શહેરે કોંગ્રેસે લીધી છે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં જઇને પણ આ મામલે વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -