વડોદરાઃ હવસખોર પતિ બાળકો સામે જ કરતો સેક્સ માટે દબાણ, જાણો પત્નીએ શું કર્યું?
ફક્ત પ્રિયંકા જ નહીં, પરંતુ પરેશના માતા-પિતા પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેમના માતા-પિતાએ પ્રિયંકા પાસે માંજલપુર પોલીસ સ્ટેશન અને મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવડાવી હતી. જોકે, આમ છતાં ખાનગી કંપનીમાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા પરેશમાં કોઇ સુધારો આવ્યો નહતો. આથી પ્રિયંકા તેના બે સંતાનો અને સાસુ-સસરા સાથે નણંદના ઘરે રહેવા માટે ચાલી ગઇ છે. અને ફેમિલી કોર્ટમાં પતિ પાસે માસિક રૂપિયા 15000 ભરણ પોષણ આપવા માટે દાવો કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતે સમયે જાગી ગયેલા સંતાનોએ પૂછ્યું પણ હતું કે, મમ્મી-પપ્પા તમે શું કરો છો, ત્યારે પરેશે બંને બાળકોને ધમકાવી નાંખ્યા હતા અને સંતાનોની સામે પત્ની સાથે બે કલાક સુધી પોતાની હવસ સંતોષી હતી. આમ, પતિના અત્યાચારથી ત્રસ્ત બની આખરે પ્રિયંકાએ ફેમિલી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
તેનો આરોપ છે કે, નશો કરવાની ટેવ ધરાવતો પરેશ નશામાં પત્ની સાથે અત્યાચાર વધારી દેતો હતો. થોડા સમય પહેલાં રાત્રે નશામાં ધૂત બનીને ઘેર આવ્યો હતો અને તેની સાથે ફરીથી સબંધ રાખવા દબાણ કર્યું હતું. ત્યારે પ્રિયંકાની પથારીમાં બે બાળકો સુતા હતા. બંને બાળકો જાગી જશે, તેવી વારંવાર વિનવણી કરવા છતાં હવસખોર પતિએ વાત માની ન હતી.
શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી પ્રિયંકાના (નામ બદલ્યું છે) લગ્ન વર્ષ-2005માં પરેશ (નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના છ મહિનામાં જ પ્રિયંકા ગર્ભવતી બની ગઈ હતી. પરિણીતાનો આક્ષેપ છે કે, ગર્ભવસ્થા દરમિયાન પણ પતિ પરેશ તેને શારિરીક સબંધ બાંધવા મજબૂર કરતો હતો. ઇન્કાર કરે તો તેના ઉપર બીજા સાથે આડા સંબધ હોવાનો આક્ષેપ કરી મારઝૂડ કરતો હતો.
પ્રિયંકાનો આક્ષેપ છે કે પરેશ બળજબરીથી ગર્ભને નુકશાન થાય તે રીતે શારિરીક સુખ માણતો હતો. પ્રિયંકાએ વર્ષ-2006માં પુત્રને જન્મ આપ્યો હતો. એટલું જ નહીં, સિઝેરીયન માટે પ્રિયંકાને તેના પિયરમાંથી પૈસા લઇ આવવા પણ જણાવ્યું હતું. પુત્રના જન્મ પછી 4 વર્ષ પછી પ્રિયંકાએ પુત્રીને જન્મ આપ્યો હતો. પ્રિયંકાનો આરોપ છે કે, માસુમ પુત્ર-પુત્રીની પરવા કર્યા વગર ગમે ત્યારે શરીર સુખ માણવા માટે તેને મજબૂર કરતો હતો.
વડોદરાઃ વડોદરા ફેમિલી કોર્ટમાં એક પરિણીતાએ વાસનાભૂખ્યા પતિથી કંટાળીને ફરિયાદ કરી છે. બાળકોની હાજરીમાં જ શારીરિક સુખ માણવા માટે વારંવાર દબાણ કર્યું હતું અને બાળકોની હાજરીમાં જ પત્ની સાથે જબરદસ્તી કરતાં પરિણીતાએ અદાલતના દ્વાર ખખડાવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -