વડોદરાઃ કોલેજીયન યુવતી સાથે સેક્સ માણતાં પતિનો વીડિયો લઈ પત્ની પહોંચી પોલીસ સ્ટેશન, પછી શું થયું?
વડોદરાઃ ખૂદ પોતાના પતિના અન્ય યુવતી સાથે સેક્સ માણતાં ફોટા અને વીડિયો સાથે પત્ની મહિલા પોલીસ સ્ટેશને પહોંચતાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ પોતાના પતિએ અન્ય યુવતીઓ સાથેના લફરા કરીને ગર્ભવતી બનાવી દીધી હોવાની તેમજ એક યુવતી સાથે લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. એટલું જ નહીં, પતિના અન્ય યુવતીઓ સાથેના અશ્લીલ વીડિયો, તસવીરો તેમજ મેમરીકાર્ડ પણ પોલીસને સોંપ્યું છે.
લફરેબાજ પતિ સામે પૂરાવા મળતાં જ પ્રિયંકાએ પતિના મોબાઇલનું મેમરીકાર્ડ કાઢી લીધું હતું. આ તસવીરો અને વીડિયો લઈને તે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેણે કરેલી ફરિયાદ પ્રમાણે પાણીગેટ હરીશ પેટ્રોલ પંપ પાસે બાવચાવાડમાં રહેતા અને ખાનગી સિક્યુરિટી કંપનીમાં બાઉન્સર તરીકે નોકરી કરતાં કેતન સુરેશભાઈ રાવલ સાથે વર્ષ 2012માં લગ્ન થયા હતા.
જોકે, લગ્ન પછી તરત જ પતિ અને સાસરીયા તરફથી દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેણે બધું સહન કરી લીધું હતું. દરમિયાન થોડા સમય પહેલાં કેતન ખૂશ્બુ (નામ બદલ્યું છે) નામની ગર્ભવતી યુવતીને ઘરે લઈ આવ્યો હતો. આ અંગે પ્રિયંકાએ કેતનને પૂછતાં તેને ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, આ બાળકને પોતાનું નામ આપવાનું જણાવ્યું હતું.
પ્રિયંકાએ જણાવ્યું છે કે, ગત 29 સપ્ટેમ્બરના રોજ પતિ કેતન અને સાસુએ ઘરમાંથી પોતે રૂ. 70 હજાર રોકડા અને દાગીના લઇને ઘર છોડી જતી રહી હોવાનો આક્ષેપ કરતી ફરિયાદ પાણીગેટ પોલીસ મથકમાં કરી છે. પ્રિયંકાએ એમ પણ ઉમેર્યું છે કે, સાસરીવાળાએ પોતાના બચાવ માટે પોલીસ કમિશનરને પણ મારા વિરૂદ્ધ અરજી આપી છે.
કોલેજ સુધીનો અભ્યાસ કરનાર પ્રિયંકા(નામ બદલ્યું છે) પતિ કેતન રાવલને અન્ય યુવતીઓ સાથે લગ્નેત્તર સંબંધો હોવાની શંકા હતી. દરમિયાન પતિ તેમજ ઘરના લોકો સૂઈ ગયા હતા, ત્યારે પ્રિયંકાએ કેતનનો મોબાઇલ તપાસ્યો હતો. મોબાઇલ ચેક કરતાં જ પ્રિયંકા હેબતાઇ ગઈ હતી. કારણ કે, તેને મોબાઇલમાંથી એક કોલેજિયન યુવતી સાથે સેક્સ માણતો હોય તેવા ફોટા અને વીડિયો મળી આવ્યા હતા.
કેતને પ્રિયંકાને આ અંગે એવું જણાવ્યું હતું કે, તેનો પતિ સૌરાષ્ટ્રમાં શૂટઆઉટ માટે ગયો હતો. જોકે, તેનું ત્યાં મોત થયું છે. હવે ખૂશ્બુ એકલી પડી ગઈ છે. એટલે મારે આ બાળકને મારું નામ આપવાનું છે. પ્રિયંકાએ આ ખૂશ્બુ સાથે પતિના અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
પ્રિયંકાએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, તેના પતિ કેતને તરસાલી વિસ્તારની રહેવાસી કોલેજીયન યુવતી માનસી(નામ બદલ્યું છે)ને ભગાડી જઇને તેની સાથે લગ્ન કર્યા છે. જેની જાણ માનસીના પરિવારને નથી. તેણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે, માનસી સાથે કેતનના શારીરિક સંબંધો પણ છે. એટલું જ નહીં, માનસીના પિતાએ તેમની દીકરી ગત તા.7-9-2016ના રોજ કોલેજ ગયા બાદ ઘરે આવી નથી અને કેતન રાવલ નામના યુવક સાથે ભાગી ગઇ હોવાની અરજી મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપેલી છે.