વડોદરા લવ જેહાદઃ મુસ્લિમ યુવક 12માં ધોરણમાં ભણતી સગીરાને ભગાડી ગયો
જો કે હજુ સુધી તેઓની કોઇ ભાળ મળી નથી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી હતી કે યુવક ફેસબુકમાં 11 એકાઉન્ટ ધરાવે છે. દિકરી એક દિવસ ઘરે પાછી ફરશે તેવી આશા સાથે તેમના માતા-પિતા રાહ જોઇ રહ્યા છે.
વડોદરાઃ એક વિધર્મી યુવક દ્ધારા શહેરની એક યુવતીને લગ્નની લાલચ આપીને ભગાડી જતાં વધુ એક લવ જેહાદની ઘટના બની છે. મળતી વિગતો અનુસાર, માંજલપુર વિસ્તારમાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને સવા મહિના પહેલાં વિધર્મી યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
મળતી વિગતો અનુસાર, ગત 28 ઓગસ્ટના રોજ સગીરા ઘરેથી કપડાં, આઇડી પ્રૂફ લઇને કોઇને પણ કહ્યા વિના ઘરમાંથી ભાગી ગઇ હતી. માંજલપુર અવધૂત ફાટક પાસે રહેતા ફૈઝલ વણકર સાથે પ્રેમસંબંધ હોવાની અગાઉ જાણ થઇ હોવાથી તેના પિતાએ ફૈઝલના ઘરે તપાસ કરી હતી. ફૈઝલ પણ ગુમ હતો. બાદમાં સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે ઝૂંપડપટ્ટીમાં રહેતો ફૈઝલ વૈભવી લાઇફ સ્ટાઇલ જીવતો હતો. પોલીસમાં ફરિયાદ કરવા છતાં યુવકનો પરિવાર બિન્ધાસ્ત ફરી રહ્યો છે. આ લવ જેહાદનો કિસ્સો હોવાનું પણ સગીરાના પિતાએ જણાવ્યું હતું.