મોદી બનવા નિકળેલા સૌરભ પટેલ ઉંધા માથે પછડાયા, સ્વિચ એક્સ્પોના ઉદઘાટનમાં બોલ્યો હુરિયો, લાઈટ જતી રહેતાં ધજાગરા
એક્સ્પોના સ્થળ પર વાહનોના પાર્કિંગની કોઇ જ વ્યવસ્થા નહીં હોવાથી પ્રદર્શન સ્થળથી લગભગ એકથી દોઢ કિલોમીટર દૂર એપીએમસી માર્કેટ આસપાસ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના કારણે પ્રદર્શનમાં આવનાર વિદેશી મહેમાનોને પણ ફરજિયાત ચાલવું પડ્યું હતું. બેટરી ઓપરેટેડ વાહન ફક્ત પ્રદર્શન પરિસરમાં બનાવેલા રોડ પર ફરી શક્તું હતું. અનેક લોકોએ હાઇવે પર વાહન ખડકી દેતાં હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ઉદ્ઘાટન ચાલી રહ્યું હતું તે સમયે જ એક્સ્પોમાં ગેરવ્યવસ્થા જોઇને પરેશાન થઇ ગયેલા કેટલાક સ્ટોલધારકો ઓડિટોરિયમમાં ધસી આવ્યા હતા. તેમને સાંભળવા માટે કોઇ જ પ્રતિનિધિ હાજર નહીં હોવાથી શોર મચાવી મૂક્યો હતો.
એક સમયના વગદાર મંત્રી સૌરભ પટેલના ઇશારે કાર્યક્રમને સફળ બનાવવા માટે એફજીઆઇની ટીમ સક્રિય હતી, તેટલી જ સરકારની વિવિધ એજન્સીઓ પણ સક્રિય હતી. તેમ છતાં ચૂંટાયેલી પાંખની ઉપેક્ષા થતાં મામલો પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી ગયો હતો. તેના પગલે મુખ્યમંત્રીનું આગમન થતાંની સાથે જ વિજય રૂપાણીએ એરપોર્ટ પર જ ભાજપી આગેવાનોને કાર્યક્રમની રૂપરેખા માંગી હતી. તે દરમિયાન પદાધિકારીઓની મંચ પર ગેરહાજરી જણાતા તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
અકોટાના ધારાસભ્ય સૌરભ પટેલે ઉદ્યોગપતિઓની એક ટીમ સાથે મળીને આખું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના ખેલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મેયર ભરત ડાંગર, ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા, યોગેશ પટેલ, મનિષાબેન વકીલ વગેરેની કોઇ જ નોંધ લેવામાં આવી ન હતી. તેના કારણે ભાજપના એક જૂથમાં ભારે નારાજગી હતી.
બીજી તરફ આયોજકો દ્વારા સ્થાનિક ભાજપી આગેવાનોની સતત ઉપેક્ષા થઇ રહી હતી. તે અંગે મુખ્યમંત્રીને વાકેફ થતાં ઉદ્ઘાટન પૂર્વે અંતિમ ક્ષણે ગુજરાત સરકારના સ્થાનિક મંત્રીથી લઇને મેયર સુધી તમામ ભાજપી આગેવાનોને મંચ પર બેસવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
જોકે, માહોલ ઠંડો પાડવા માટે પહોંચી ગયેલા આયોજક ટીમના સભ્યોએ સ્ટોલ ધારકોને સૌરભ પટેલ માટે દિલ્હી દૂર નથી. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ કોઇ મહત્વના હોદ્દા પર બેસવાના છે તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. જોકે સ્ટોલ ધારકોમાં આક્રોશ દૂર થતો ન હતો. તેવી જ રીતે એક્સપોમાં કામ કરી રહેલા કર્મચારીઓના ભોજનની વ્યવસ્થામાં પણ ભારે ગેરવ્યવસ્થા હોવાથી એક કિસ્સામાં મારામારી પણ થઈ હતી.
ઊર્જા મંત્રી ચીમનભાઇ સાપરિયાની સ્પીચ ચાલતી હતી, તે સમયે જ તેમણે આયોજકો સામે બેફામ ઉચ્ચારણો કર્યાં હતાં. જોકે, તેમને સમજાવીને બહાર લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન જ એક નંબરના ડોમમાં કેટલાક સ્ટોલધારકો એકઠા થઇ જતાં તેમણે પૂર્વ ઊર્જામંત્રી તથા સ્થાનિક ધારાસભ્ય સૌરભ પટેલની હાય હાય બોલાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
વડોદરાઃ વડોદરામાં શરૂ થયેલા સ્વિચ ગ્લોબલ એક્સ્પોના આયોજનમાં ગેરવ્યવસ્થાથી નારાજ કેટલાક સ્ટોલ ધારકોએ ઉદ્ઘાટન ટાણે જ હોબાળો મચાવ્યો હતો. એક તબક્કે તો પ્રદર્શનના એક ડોમમાં એકઠા થયેલા નારાજ સ્ટોલ ધારકોએ આયોજનની પાછળના મુખ્ય એવા રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલનો હુરિયો બોલાવીને તેમની 'હાય હાય' બોલાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -