વડોદરાઃ યુવકે કહ્યું, મારે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે ને પછી શું બની ઘટના? જાણો
ઘરેથી જતા જતા અલ્પેશે ધમકી આપી હતી કે, તું બહાર મળીશ તો જાનથી મારી નાંખીશ. આ ઘટના અંગે બિલ્ડર હેમલ પટેલે પત્ની ઇશાની અને અલ્પેશ સામે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તેમને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાતે 11.30 વાગ્યે પ્રેમિકાના ઘરે આવી પહોંચેલા પ્રેમી અલ્પેશ ટેલરે તારી પત્ની સાથે પ્રેમ સંબંધ છે, તેમ કહી ખિસ્સામાંથી છરો કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇશાનીએ છરો ખૂંચવી લીધો હતો અને પછી ઘરમાંથી લાકડી લાવીને આપી હતી અને તેનાથી મારવા કહ્યું હતું. આથી અલ્પેશ હેમલને લાકડી અને ગડદા-પાટુથી માર માર્યો હતો. જોકે, હેમલ લોહીલૂહાણ થઈ જતાં ઇશાનીએ પ્રેમીને ભગાડી મૂક્યો હતો.
વડોદરાઃ શહેરના એક બિલ્ડરને પત્નીને પ્રેમી સાથે વાત કરતી રોકવી ભારે પડી છે. પતિએ પત્નીને પ્રેમી સાથે વાત ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલી પત્નીએ પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. ઘરે આવેલા પ્રેમીએ પ્રેમિકાના પતિને કહ્યું હતું કે, મારે તારી પત્ની સાથે પ્રેમસંબંધ છે. તારાથી થાય તે કરી લે. આ પછી તેણે છરી વડે હુમલો કરીને પ્રેમિકાના પતિને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
વાસણા રોડ પર આવેલા રાણેશ્વર મંદિર પાસેના સમર્પણ બંગ્લોમાં રહેતા બિલ્ડર હેમલ પટેલની પત્ની ઇશાનીને રાવપુરા મહાવીર પોળમાં રહેતા અલ્પેશ ટેલર સાથે પ્રેમસંબંધ છે. તે પ્રેમી સાથે ફોન પર વાતો કરતી હતી. જેની જાણ પતિને થતાં તેણે પત્નીને ઠપકો આપ્યો હતો અને વાત ન કરવા જણાવ્યું હતું. જોકે, પત્ની ઉશ્કેરાઇ ગઈ હતી અને તેણે પ્રેમીને ફોન કરીને રાતે 11 વાગ્યે ઘરે બોલાવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -